સંદીપ વેંગાની ‘ડેવિલ’ ફિલ્મથી સલમાન ખાન નારાજ

ફિલ્મ જગત

સંદીપ વેગાની ‘ડેવિલ’માં રણબીર કપૂર કામ કરવાનો છે, તેવી અફવા વાઈરલ છે. સલમાન ખાન આ વાતે નારાજ થયો હોવાની ચર્ચા છે. કહેવાય છે કે, સલમાન પોતાની સફળ ફિલ્મ ‘કિક’ની સિકવલમાં કામ કરી રહ્યો છે જેમાં તે આવા જ પાત્રમાં જોવા મલશે.

સલમાનનું ‘દેવીલાલ એટલે કે ડેવિલ પાત્ર તેની ‘કિક ફિલ્મની સિકવલની ઘોષણા બાદ ચર્ચામાં છે. ‘ડેવિલ ઇઝ બેક’ કરીને જ આ ફિલ્મનો પ્રચાર થઇ રહ્યો છે. જગજાહેર છે કે, રણબીર કપૂરથી સલમાન ખાન નારાજ છે. કેટરિના કૈફના સંબંધોને કારણે આ બન્ને વચ્ચે કડવાશ છે. હવે જ્યારે રણબીરનું નામ ‘ડેવિલ’ રોલ માટે ચર્ચાઇ રહ્યું હોવાથીસલમાન નારાજ થાય એ સ્વાભાવિક છે. આ બન્ને ફિલ્મો પણ સાથે જ રીલિઝ થાય તેવી શક્યતા છે.

સલમાન અને સાજિદ બન્ને જણા આ ટાઇટલથી ખુશ નથી તેમ સૂત્રે જણાવ્યું હતું.

દક્ષિણ ભારતીય ફિલ્મોના સંદીપ વેગાએ બોલીવૂડમાં ‘કબીર સિંહ’થી કારકિર્દી શરૂ કરી છે. જે ફિલ્મે બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી હતી.