ચિદમ્બરમે તિહાડમાં વજન ઘટતા સપ્લીમેન્ટ્રી ડાયટ માંગ્યું, કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડી 3 ઓક્ટોબર સુધી વધારી દીધી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમની જ્યુડિશિયલ કસ્ટડી આજે 19 સપ્ટેમ્બરે ખતમ થઈ હતી. આજે ફરી એકવાર તેમને રાઉઝ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમની જ્યુડિશિયલ કસ્ટડી 3 ઓક્ટોબર સુધી વધારી દીધી છે. જસ્ટિસ અજય કુમાર કુહરેએ ફરી વખત ચિદમ્બરમના 14 દિવસના કસ્ટડી વધારી દીધા છે.

ચિદમ્બમરના વકીલ કપિલ સિબ્બલે સીબીઆઈની આ માંગણીનો વિરોધ કર્યો છે. સિબ્બલે કહ્યું કે તેમના ક્લાઈન્ટ ઘણી બીમારીઓ અને વજન ઘટવાની વાતથી પરેશાન છે. તેથી તેમને નિયમિત ચેકઅપ અને સપ્લીમેન્ટ્રી ડાયટની જરૂર છે.

નોંધનીય છે કે, કોર્ટે પી. ચિદમ્બરમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા. તેમને અત્યાર સુધી તિહાડ જેલમાં રાખવામાં આવ્યા હતા. આજે જો ઈડી ચિદમ્બરમની કસ્ટડી ના માંગે તો તેમની જ્યુડિશિયલ કસ્ટડી ખતમ થઈ શકતી હતી. દિલ્હી હાઈકોર્ટમાં 23 સપ્ટેમ્બરે ચિદમ્બરમની જામીન અરજી પર સુનાવણી થવાની છે.

ચિદમ્બરમની ઈડી કસ્ટડી માંગે તેવી શક્યતા
પી ચીદમ્બરમ અને તેમના વકીલ એવું ઈચ્છતા હતા કે ઈડી તેમની કસ્ટડી માંગે. કારણકે જો એવું થાય તો ચિદમ્બરમને જેલમાં ન રહેવું પડે. તેમને ઈડી ઓફિસમાં રાખવામાં આવે. આ પહેલાં પણ ચિદમ્બરમ તરફથી ઈડી સામે સરન્ડર કરવાની અપીલ કરવામાં આવી હતી. પરંતુ કોર્ટે ચિદમ્બરમની આ અરજી ફગાવી દીધી હતી. જ્યારે બીજી બાજુ અત્યાર સુધી ઈડી પણ ઘણી વાર કોર્ટમાં કહી ચૂકી છે કે તેમને ચિદમ્બરમની અટકાયતની જરૂર છે. પરંતુ યોગ્ય સમયે જ તેમની અટકાયત કરવામાં આવશે.