એર વાઈસ ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા વાયુસેનાના નવા પ્રમુખ બનશે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

રક્ષા મંત્રાલયના પ્રમુખ સચિવે ગુરુવારે જણાવ્યું કે, એર વાઈસ ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા નવા ચીફ ઓફ એરસ્ટાફ હશે. બીએસ ધનોઆ 30 સપ્ટેમ્બરે ચીફ ઓફ એર સ્ટાફના પદ પરથી રિટાર્યડ થઈ રહ્યા છે.

એર વાઈસ ચીફ એર માર્શલ આરકેએસ ભદૌરિયા ભારતીય વાયુસેનાના સૌથી શ્રેષ્ઠ પાયલટમાંથી એક છે. તેઓ અત્યાર સુધી 27થી વધુ પ્રકારના ફાઈટર અને પરિવહન વિમાનો ઉડાવી ચુક્યા છે. જેમાં રાફેલ પણ સામેલ છે. એર વાઈસ ચીફ એર માર્શલ ભદૌરિયા પ્રાયોગિક ટેસ્ટ પાયલટ હોવાની સાથે કેટ ‘એ’ કેટેગરીના ક્વોલિફાઈડ ફ્લાઈંગ ઇન્સ્ટ્રક્ટર અને પાયલટ અટૈક ઇન્સ્ટ્રક્ટર​​​​​​​ પણ છે. તેમને વાયુસેના પદક , અતિ વિશિષ્ઠ સેવા પદક અને પરમ વિશિષ્ઠ સેવા પદકથી પણ સમ્માનિત કરાયા છે.