સાલ ૨૨૦૮માં રિલીઝ થયેલી રોમાન્ટિક કોમેડી ફિલ્મ ‘દોસ્તાના’ના બીજા ભાગની ચર્ચા હાલ થઇ રહી છે. રિપોર્ટસના અનુસાર કરણ જોહરે રાજ કુમાર રાવને લેવાનો નિર્ણય કરી લીધો છે. અભિનેતાને પણ આ ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ પડી છે. ફિલ્મના પહેલા ભાગમાં જોન અબ્રાહમ, અભિષેક બચ્ચન અને પ્રિયંકા ચોપરાની દમદાર કેમેસ્ટ્રી જોવા મળી હતી. આ ફિલ્મે દુનિયાભરમાં રૂપિયા ૮૦ કરોડની ધરખમ કમાણી એ સમયે કરી હતી.
‘દોસ્તાના ૨’ માટે હવે ફિલ્મસર્જકે જોન અબ્રાહમનો પણ સંપર્ક કર્યો છે. જોન હા પાડી દેશે એવું લાગી રહ્યું છે. જોને લાંબા સમયથી આવા જોનરની ફિલ્મમાં કામ કર્યું નથી. ‘સત્યમેવ જયતે અને ‘રો ‘ જેવી ફિલ્મો બાદ જોન ‘દોસ્તાના ૨’માં કામ કરવા રાજી થાય તેવી શક્યતા છે.
આ ફિલ્મમાં કામ મેળવવા માટે અભિનેત્રીઓમાં હોડ લાગી છે. આ રોલ માટે પ્રિયંકા ચોપરા, દીપિકા પદુકોણ અને આલિયા ભટ્ટના નામ આવી રહ્યા છે. જો ક ે છેલ્લા સમાચાર મુજબ ફિલ્મસર્જકને જાહ્નવી કપૂરને લેવામાં રસ છે. આ ફિલ્મનું શૂટિંગ આ વરસના અંતમા શરૂ થાય આવે તેવી શક્યતા છે.
ફિલ્મની અંતિમ સ્ટાર કાસ્ટ અંગે જલદી જ સત્તાવાર રીતે ઘોષણા કરવામાં આવશે.