મલાયકા અરોરાએ પહેલીવાર અર્જુન કપૂર સાથેની તસવીર સોશિયલ મીડિયા પર મુકી

ફિલ્મ જગત

મલાયકા અરોરા અને અર્જુન કપૂર વચ્ચેના સંબંધોની ચર્ચા ઘણા સમયથી થઇ રહી છે. હાલમાં તેણે પ્રથમ વખત અર્જુન સાથેની તસવીર સોશિયલ મીડિયા પર મુકી છે. બન્ને જણા જાહેરમાં વારંવાર સાથે દેખાતા હતા પણ એકબીજા સાથેના સંબંધોનો નહોતો સ્વીકાર કરતા કે નહોતા નકારતા. હવે મલયકાએ પ્રથમ વખત અર્જુન સાથેની તસવીર સોશિયલ મીડિયા પર મુકી છે. હવે લોકોને પ્રશ્રાર્થ થઇ રહ્યો છે કે, મલાયકા આ તસવીરો દ્વારા શું કહેવા માંગે છે.

મલાયકાએ આ તસવીર સાથે એક રોમેન્ટિક કેપ્શન લખી છે. ” હેપ્પી બર્થડે માય ક્રેઝી, ફની અને અમેઝિંગ અર્જુનકપૂર..લવ એન હેપ્પીનેસ ઓલવેઝ.” બન્નેની આ તસવીર ન્યુયોર્ક શહેરની છે.

આ દરમિયાન બન્નેએ ન્યુયોર્કના સુંદર પિકચરો સોશિયલ મીડિયા પર મુકીને તેઓ ન્યુયોર્કમાં છે તેમ આડકતરી રીતે જણાવ્યું છે.

મલાયકા અને અર્જુન વારંવાર મુંબઇમાં સાથે દેખાય છે. મલયકા આ પહેલા અરબાજ ખાન સાથે લગ્ન કર્યા હતા અને તેને એક પુત્ર પણ છે.તે અને અરબાઝ ૨૦૧૬માં છુટા પડયા અને ૨૦૧૭માં ડાઇવોર્સ લીધા હતા. અરબાઝ પણ એક વિદેશી યુવતીને ડેટ કરી રહ્યો છે.

અર્જુન કપૂર ‘સંદીપ ઔર પિન્કી ફરાર’ નામની ફિલ્મમાં પરિણીતિ ચોપરા સાથે જોવા મળશે. આ ઉપરાંત તે ‘પાણીપત’માં પણ કામ કરી રહ્યો છે.