એર ઇન્ડિયાના એક વિમાનમાં બોમ્બ મૂકાયો હોવાની ધમકી મળતાં તેને લંડનના સ્ટેન્સ્ટેડ એરપોર્ટમાં ફરજીયાત ઉતારવાની ફરજ પડી હતી.વિમાન ૧૯૧ મુંબઇથી અમેરિકાના નેવાર્કની ફલાઇટ પર હતો ત્યારે સુચના મળી હતી કે વિમાનમાં બોમ્બ મૂકાયો છે. આ ખબર મળતાં જ અમેરિકા તરફ આગળ વધી રહેલા વિમાનને પરત લંડન લાવવામાં આવ્યું હતું જ્યાં તેની સંપૂર્ણ ચકાસણી પછી રવાના કરાયો હતો.
વિમાન ન્યુયોર્કના ન્યુજર્સી ખાતે ઉતરવાનો હતો. એર ઇન્ડિયાના વિમાનના લેન્ડિંગ સમયે આખા એરપોર્ટને ખાલી કરાવી દેવાયો હતો. જો કે પાછળથી આ માત્ર ધમકી અને અફવા જ સાબીત થતાં વિમાનને આગળ રવાના કરાયું હતું. આ સાથે તમામ રન વેને પણ બંધ કરી દેવાયા હતા. વિમાનના સઘન ચેકિંગ પછી તેમાંથી કંઇ જ ના મળતાં એર ઇન્ડિયાએ ટ્વિટ કરી ખબર ખોટી હોવાનો ખુલાસો કર્યો હતો.
પાયલોટને બોમ્બની ધમકી મળતાં જ બ્રિટિશ ફાઇટર જેટ દ્વારા વિમાનને એસ્કોર્ટ કરીને નીચે લવાયો હતો. યુકે રોયલ એર ફોર્સ ટાયફુન જેટ દ્વારા સવારે ૧૦:૩૦ મિનિટે એર ઇન્ડિયાના વિમાનને એસ્કોર્ટ કરાયો હતો.

