બોલીવુડના સ્ટાર આમિર ખાને પોતાનો 54 મો જન્મદિવસ પત્ની કિરણ રાવ અને મીડિયાની સાથે ઉજવણી કરીહતી આ વેળાએ આમિરે પોતાની આગામી ફિલ્મની જાહેરાત પણ કરી દીધી છે . આમિર ખાન હોલીવુડની ફિલ્મ ‘ ફોરેસ્ટ ગ્રમ્પ ‘ ની હિન્દી રીમેક બનાવવા જઈ રહ્યો છે . ફિલ્મનું ટાઇટલ ‘ લાલ સિંહ ચડ્ઢા ‘ રાખવામાં આવ્યું છે .
ફિલ્મને ‘ સીક્રેટ સુપરસ્ટાર ‘ ના ડાયરેક્ટર અદ્વૈત ચંદન ડાયરેક્ટ કરશે . અદ્વેત ચંદને આમિર ખાન પ્રોડક્શનની ફિલ્મ સીક્રેટ સુપરસ્ટારથી દિગ્ગદર્શનમાં પર્દાપણ કર્યું હતું .

