અમિતાભ બચ્ચનને તેમના મિત્રે ભેટમાં આપી યલો વિન્ટેજ કાર

ફિલ્મ જગત મુખ્ય સમાચાર

બોલીવૂડના મહાનાયક  અમિતાભ બચ્ચનને રોયલ કારોનો શોખ ધરાવે છે. તેમના પાસે અનેક કિંમતી કારો છે. તાજેતરમાં તેમણે પોતાના ખાસ કલેક્શનમાં એક વધુ ગાડીનો ઉમેરો કર્યો છે. અમિતાભ બચ્ચને એક તસવીર શેર કરી જેમાં ફોરડની વિન્ટેજ યલો કાર સાથે દેખાયા હતા. તેમણે આ કાર તેમના દોસ્ત અનંતે ગિફ્ટ કરી છે. અમિતાભે આ કારની કહાની પોતાના બ્લોગમાં જણાવી છે.

અમિતાભ બચ્ચને બ્લોગમાં જણાવ્યું હતું કે, તેમણે પોતાની પહેલી ફેમિલી કાર અલ્હાબાદમાં ખરીદી હતી. એ ગાડીનું નામ ફોર્ડ પરફેક્ટ હતું. અમિતાભના દોસ્ત અનંતે અમિતાભનો એક બ્લોગ વાંચ્યો હતો. જેમાં આ કારના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અનંતે એજ મોડલની ફોર્ડ કારને ટ્રેસ અને ટ્રેક કરી અને પછી ચાલવા લાયક બનાવી હતી. આ ગાડીને પેઇન્ટ કરાવી અને પછી આ ગાડીને ગિફ્ટ કરવા માટે અમિતાભ બચ્ચનના ઘરે પહોંચ્યો હતો.

ખાસ વાત તો એ છે કે, આ કારનો નંબર 2882 છે જે અમિતાભની પહેલી ગાડીનો નંબર હતો. અમિતાભે એ પણ લખ્યું છે કે કોઈએ મારા માટે એવું કંઈ જ કર્યું નથી. અને હું મારા આ ક્ષણોને શબ્દોમાં વર્ણવી નહીં શકું. અમિતાભે ટ્વિટર ઉપર પણ અંગે એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે.