IPS વિપુલ અગ્રવાલ દિકરીને ધો.10માં ઓછા માર્કસ આવતાં રચના સ્કૂલ વિરુદ્ધ CBSEમાં ફરિયાદ કરશે

ગુજરાત મુખ્ય સમાચાર

આજે CBSE બોર્ડમાં ધો.10નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત કેડરના આઇપીએસ અને અમદાવાદ શહેર પોલીસના જોઈન્ટ પોલીસ કમિશનર (વહીવટ) ડૉ. વિપુલ અગ્રવાલની દિકરી સાત્વિકા અગ્રવાલે 89.4 ટકા મેળવ્યા છે. સાત્વિકા શાહીબાગની રચના સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. રચના સ્કૂલે સાત્વિકાને ઈન્ટરનલ એસેસમેન્ટ માર્ક્સ ઓછા આપ્યા હોવાથી અગ્રવાલે ટ્વિટ કરી સ્કૂલ વિરુદ્ધ રોષ ઠાલવ્યો હતો. આ સાથે અગ્રવાલ રચના સ્કૂલ વિરૂદ્ધ CBSEમાં ફરિયાદ પણ કરશે.

ઘણા વિદ્યાર્થીઓને ઇન્ટરનલ એસેસમેન્ટ ઓછું હોવાથી વધુ સારું રિઝલ્ટ ન આવ્યું

વિપુલ અગ્રવાલે DivyaBhaskar સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ‘જે વિદ્યાર્થીના CBSEમાં 70 ટકા સ્કોર છે તેઓને ઇન્ટરલ એસેસમેન્ટમાં પુરા માર્ક્સ 20માંથી 20 આપવામાં આવ્યા છે. જ્યારે 90 કરતાં વધારે સ્કોર કરેલાં વિદ્યાથીઓને ઓછા માર્ક્સ આપવામાં આવ્યા છે. મોટાભાગની સ્કૂલો વિદ્યાથીઓને ઇન્ટરનલ એસેસમેન્ટના પુરા માર્કસ આપે છે. રચના સ્કૂલના ઓછા ઇન્ટરનલ એસેસમેન્ટ માર્કસના કારણે ઘણા વિદ્યાર્થીઓના સ્કોર નીચે ગયા છે. કેટલાકને પુરા માર્કસ આપવામાં આવે છે જ્યારે કેટલાકને ઓછા આપવામાં આવ્યા છે. આ માટે CBSEએ ગાઈડલાઈન બહાર પાડવી જોઇએ. સ્કૂલ દ્વારા મનમાની કરવામાં આવી છે. મેં સ્કૂલના પ્રિન્સિપાલને પણ આ બાબતે જાણ કરી છે. હું આ બાબલે CBSEમાં ફરિયાદ કરવાનો છું’