રાજકોટમાં ડોક્ટરોએ હોસ્પિટલને પોતાનું ઘર બનાવ્યું છે. રાજકોટમાં કોરોના દર્દીની સારવાર આપનાર ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ સિવિલ હોસ્પિટના કમાઉન્ડમાં આવેલી નર્સિંગ હોસ્ટેલમાં રહેશે. 100 ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ હોસ્પિટલની નર્સિંગ હોસ્પિટલમાં રહેશે.
જાહેરમાં ક્રિકેટ રમતા 14 લોકો સામે ગુનો
કોરોના વાઇરસની મહામારીને લઇને લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરી જાહેરમાં ક્રિકેટ રમતા લોકો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. રાજકોટના યુનિવર્સિટી પોલીસે જાહેરમાં ક્રિકેટ રમતા 14 લોકોની અટકાયત કરી છે. આ તમામ લોકો વિરૂદ્ધ પોલીસે કમલ 269, 114 તેમજ જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધ્યો છે. તેમજ ભક્તિનગર પોલીસે જાહેરનામાનો ભંગ કરી બિન જરૂરી બહાર નીકળનાર ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં મરીન પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના મોટાભાગના ગામડા સજ્જડ બંધ છે.
પૂર્વ ધારાસભ્યએ જરૂરિયાતમંદ લોકોને અઢી લાખ રૂપિયાનો કરિયાણાનો સામાન વિતરણ કર્યો
લોકડાઉનના લીધે મજૂરી કામ કરતા લોકોનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે વેરાવળ તાલુકાના કાજલી ગામના વતની અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પરમાર અને જિલ્લા પંચાયતના સદસ્ય માનસિંહભાઇ પરમારના પરિવાર તરફથી કાજલી ગામમાં 5000થી વધુ વસ્તી ધરાવે છે અને 500 જેટલા ગામમાં ઘર છે. તમામ સમાજના લોકોને રાશનની કિટનું વિતરણ કર્યુ હતું અને અઢી લાખ રૂપિયાથી પણ વધુનો રાશનનો સામન સંપૂર્ણ ગામને આપ્યો હતો. જેમાં બટેટા 5 કિલો, તેલ 1 કિલો, બજારો 5 કિલો, ડુંગળી અઢી કિલો, ચણા 1 કિલો, ચોખા 5 કિલો સહિતની કિટ ગામ માં રહેતા તમામ ઘરોમાં આપવામાં આવી હતી.

