આનંદીબેન પટેલ પાસે CM યોગી આદિત્યનાથે બંધાવી રાખડી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે 73માં સ્વાતંત્રતા દિવસ પર લખનૌમાં તિરંગો લહેરાવ્યો. આની સાથે જ તેમણે રાજ્યપાલ આનંદીબેન પટેલ પાસેથી રક્ષાબંધનના પર્વ પર રાખડી બંધાવી છે.

CM યોગીએ સ્વતંત્રતા દિવસસ મારોહ દરમિયાન કહ્યું કે, સ્વતંત્રતા દિવસ ઉપરાંત સમગ્ર દેશ આજે રક્ષા સૂત્રના પર્વ રક્ષાબંધનની ઉજવણી પણ કરી રહ્યો છે. હું રક્ષાબંધનની પણ શુભેચ્છા પાઠવું છું. તેમણે કહ્યું કે, 370ને નાબુદ કરી એક ભારત, શ્રેષ્ઠ ભારતની પરિકલ્પના પૂરી કરવા માટે PM અને ગૃહમંત્રીનો આભાર વ્યક્ત કરૂં છું.

CM યોગી આદિત્યનાથે કહ્યું કે રક્ષાબંધનના પર્વ પહેલા જ આ વખતે ત્રણ તલાકની કુપ્રથાને નાબુદ કરી કેન્દ્ર સરકારે તે બહેનોના હિતમાં નિર્ણય લીધો છે જે તેનાથી પીડિત હતી. દેશને ત્રણ તલાકની કુપ્રથાથી આઝાદી મળી છે.

CM યોગીએ કહ્યું કે આ વર્ષે રાજ્ય સરકાર ગુરૂ નાનકનું 550મું પ્રકાશ વર્ષ પણ મનાવી રહી છે અને તેમનાથી જોડાયેલી સ્મૃતિઓને વિકસિત કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, આજના દિવસે તમામ શહીદો અને ભારત માતાના એ સપૂતોને હું નમન અને શ્રદ્ધાંજલિ અર્પણ કરૂં છું જેમણે દેશની આઝાદીમાં તેમનું યોગદાન આપ્યું છે.