દુનિયાભરમાં હાહાકાર મચાવનાક કોરોના વાઇરસ ભારતમાં પણ દસ્તક આપી છે. દેશમાં કુલ કોરોના વાઇરસના કુલ 47 કેસ થઇ ગયા છે. કોરોના વાઇરસનું સંક્રમણ હવે પૂણે સુધી પહોંચી ગયું છે. કોરોનાથી અસરગ્રસ્ત બે દર્દી પૂણેને હોસ્પીટલમાં દાખલ કરાયા છે.
મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસનો આ પ્રથમ કેસ છે. જેમાં પતિ-પત્નિ કોરોના વાઇરસ થી સંક્રમિત બહાર આવ્યા છે. બંન્ને વ્યક્તિ જાન્યુઆરીમાં દુબઈથી પૂણે આવ્યા હતા અને હવે તેમનામાં કોરોના વાઇરસ ના શંકાસ્પદ લક્ષણો નજરે આવતા પૂણેની નાયડુ હોસ્પીટલમાં દાખલ કરાયા. જ્યાં કરવામાં આવેલા રીપોર્ટ્સમાં કોરોના વાઇરસ ની પુષ્ટી કરાઈ હતી.
જોકે ભારતમાં પણ છેલ્લા કેટલાક દિવસથી ચાલતા કોરોનાથી અસરગ્રસ્ત દર્દીની સંખ્યા 47 થઈ ગઈ છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, તેમને હવે અન્ય 40 મુસાફરોની તલાશ છે, ત્યારબાદ આ 40 લોકો પર નજર રાખવામાં આવશે. આ સાથે જો જરૂર પડે તો આ 40 લોકોને પરીક્ષણ માટે નાયડુ હોસ્પિટલમાં પણ દાખલ કરી શકાય છે.
કેરળમાં ત્રણ વર્ષના બાળકનો રિપોર્ટ Corona પોઝીટીવ
કેરળમાં ત્રણ વર્ષના બાળકનો રીપોર્ટ Corona પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. કેરળમાં જ Corona ના 9 કેસ નોંધાઈ ચૂક્યા છે. ભારતમાં Corona પોઝીટીવ કેસની સંખ્યા 47 થઈ હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને રાજ્યોને કોરોના બાબતે ગંભીર થવાની તાકીદ કરી હતી.કેરળમાં એક ત્રણ વર્ષના બાળકનો રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. કેરળ ઉપરાંત દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, કર્ણાટક અને જમ્મુમાં એક-એક કેસ નોંધાયા હતા. એક દિવસમાં દેશભરમાં કુલ છ Corona પોઝીટીવ કેસ નોંધાયા હતા.
સ્વાસ્થ્ય વિભાગે આંકડા જાહેર કરીને કહ્યું હતું કે પશ્વિમ બંગાળના મુર્શિદાબાદમાં એક શંકાસ્પદ કેસમાં દર્દીનું મોત થયું હતું એ દર્દીનો કોરોના રીપોર્ટ નેગેટિવ આવ્યો હતો. એટલે કે હજુ સુધી સદનસીબે દેશમાં કોરોનાથી એક પણ મૃત્યુ થયું નથી એવો સ્વાસ્થ્ય વિભાગે દાવો કર્યો હતો. અિધકારીઓએ કહ્યું હતું કે જેમના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે તેમની છેલ્લાં દિવસોની ટ્રાવેલ જર્ની વિશે તપાસ ચાલી રહી છે. તેના આધારે અન્ય લોકોના પણ સેમ્પલ લઈને તપાસ આગળ વધારાશે.