સુશાંત સિંહ રાજપૂત અને રિહા ચક્રબર્તીના સંબંધો ચર્ચા ઘણા સમયથી થઇ રહી છે. બન્ને જણા વારંવાર સાથે જાહેરમાં જોવા મળે છે. હાલમાં જ તેઓ મુંબઇમાં વાંદરાની એક રેસ્ટોરન્ટમાં સાથે જોવા મળ્યા હતા.
સુશાંત અને રિહા બન્ને જણા એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે સાથે ગયા હતા. ત્યારે ત્યાં હાજર રહેલા તસવીરકારોએ તેમની તસવીર પાડવાની તક ઝડપી લીધી હતી.
સુશાંત સિંહ રાજપૂતનું નામ વારંવાર અભિનેત્રીઓ સાથે જોડાયા કરે છે. તેના અને સારા અલી ખાનના સંબંધોની પણ ઘણી ચર્ચા હતી. પરંતુ કહેવાય છે કે, સારાના પિતા સૈફે સુશાંતને સારાથી દૂર રહેવાની તાકીદ કરી હતી.
સુશાંતે રિહાનો જન્મદિવસ વિશેષ રીતે ઊજવ્યો હતો. બન્ને જણા સાથે જ ત્યાંથી કારમાં રવાના થયા હતા.
અંકિતા લોખંડે સાથે સુશાંતનો પ્રણય સંબંધ હતો. બન્નેએ લિવઇનરિલેશનશિપમાં પણ રહેવાનું શરૂ કર્યું હતું. પરંતુ સમય જતાં સુશાંત રૂપેરી પડદે લોકપ્રિયતા મેળવતો ગયો અને તેની સહ-અભિનેત્રીઓ સાથેના સંબંધોની ચર્ચા જાહેર થવા લાગતાં સુશાંત અને અંકિતાનું બ્રેકઅપ થઇ ગયું હતું.

