મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર બોલીવુડ એક્ટ્રેસ શબાના આઝમીની કાર અને ટ્રક વચ્ચે સર્જાયો હતો. અકસ્માતમાં શબાના આઝમીને ઈજાઓ પહોંચતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. શબાનાની સાથે જાવેદ અખ્તર પણ કારમાં હોવાનું જાણવા મળ્યુ છે.
આ અંગે મળતી માહિતી અનુસાર મુંબઈ-પુણે એક્સપ્રેસ-વેની વચ્ચે શબાના આઝમીની કારને અકસ્માત થયો હતો. ઘટનામાં શબાના આઝમી અને તેના ડ્રાઇવરને ગંભીર ઇજા થઇ છે. જાવેદ અખ્તર પણ કારમાં હતા જોકે, તે સુરક્ષિત છે.
શબાનાના નાકમાં ઇજા થઇ છે. આ સિવાય શરીર પર કોઇ ઇજા નથી. શબાનાને MGM હોસ્પિટલમાંથી કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યાં છે. આ અકસ્માત બપોરે લગભગ સાડા ત્રણ વાગ્યે મુંબઇથી 60 કિલોમીટર દૂર ખાલાપુર ટોલ નાકા પાસે થયો હતો. પોલીસ અનુસાર જાવેદ-શબાનાની એસયુવી કાર ઓવરટેક કરતી વખતે ટ્રકની પાછળ અથડાઇ હતી. 17મી જાન્યુઆરીએ જાવેદ અખ્તરે પોતાનો 75માં જન્મ દિવસની ઉજવણી કર્યા બાદ વીકેન્ડની રજા ગાળવા ખંડાલા જવા નીકળ્યા હતા પરંતુ રસ્તામાં અકસ્માત નડ્યો હતો.

