GSEBએ GUJCET પરીક્ષાની તારીખ જાહેર કરી, આગામી 31મી માર્ચે પરીક્ષા લેવાશે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5મી ફેબ્રુઆરી

ગુજરાત મુખ્ય સમાચાર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) -2020ની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી 31મી માર્ચ, મંગળવારના દિવસે ગુજકેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજકેટ-2020ની તમામ માહિતી તથા ઓનલાઇન ફોર્મ ભરવાની તમામ સૂચનાઓ www.gseb.org વેબસાઇટ પર મૂકવામાં આવી છે. આ પરીક્ષાનું ફોર્મ www.gseb.org અથવા gujcet.gseb.org વેબસાઇટ પરથી ભરી શકાશે. આ ફોર્મ તારીખ 21મી જાન્યુઆરીથી 5મી ફેબ્રુઆરી સુધી ઓનલાઇન ભરી શકાશે. મહત્વનું છે કે, સાયન્સના ગ્રુપ A, ગ્રુપ B અને ગ્રુપ ABના વિદ્યાર્થીઓને ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમાં ફાર્મસીમાં પ્રવેશ લેવા માટે ગુજકેટની પરીક્ષા આપવાની હોય છે.