દેશનાં નામે PM મોદીનું સંબોધન, કહ્યું – વિવિધતામાં એકતા સમજવા આજનાં દિવસનો ઉલ્લેખ થશે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યા પર ચુકાદા બાદ શનિવાર સાંજે દેશને સંબોધિત કર્યો. પીએમ મોદીએ કહ્યું કે અયોધ્યા પર કૉર્ટે ફેંસલો સંભળાવ્યો છે,જેની પાછળ સેંકડો વર્ષોનો એક ઇતિહાસ રહ્યો છે. આખા દેશની ઇચ્છા હતી કે આ મામલે અદાલતમાં દરરોજ સુનાવણી થાય અને આજે ચુકાદો આવી ચુક્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે, “દશકો સુધી ચાલેલી ન્યાય પ્રક્રિયા અને તે ન્યાય પ્રક્રિયાનું સમાપન થયું. આખી દુનિયા માને છે કે ભારત દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે. ચુકાદો આવ્યા બાદ જે રીતે દરેક વર્ગનાં લોકોએ ખુલ્લા દિલથી આનો સ્વીકાર કર્યો છે, તે ભારતની પરંપરા અને સદભાવની ભાવનાને દર્શાવે છે.”

પીએમ મોદીએ કહ્યું કે, “ભારત જે માટે જાણીતુ છે અને આપણે ગર્વથી ઉલ્લેખ પણ કરીએ છીએ તે છે વિવિધતામાં એકતા. વિવિધતામાં એકતાનો મંત્ર પોતાની પૂર્ણતાએ ખીલેલો જોવા મળી રહ્યો છે. હજારો વર્ષો બાદ પણ કોઈને વિવિધતામાં એકતા ભારતનાં આ પ્રાણ તત્વને સમજવો હોય તો તેઓ આજનાં દિવસનો જરૂર ઉલ્લેખ કરશે. આ ઘટના ઇતિહાસનાં પાનાઓ પરથી ઉઠાવેલી નથી. સવા સૌ કરોડ લોકો ખુદ ઇતિહાસ રચી રહ્યા છે.”