મહારાષ્ટ્રમાં રાજ્યપાલે BJPને આપ્યું સરકાર બનાવવા આમંત્રણ, 11 નવેમ્બર સુધી પાડવો પડશે ‘ખેલ’

મુખ્ય સમાચાર રાજકીય

મહારાષ્ટ્રનાં રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ રાજ્યની સૌથી મોટી પાર્ટી ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. ભાજપને 11 નવેમ્બર સુધી વિધાનસભામાં બહુમતી સાબિત કરવાની રહેશે. મહારાષ્ટ્રમાં 13મી વિધાનસભાનો કાર્યકાળ આજે સમાપ્ત થઈ ગયો છે. જો કે અત્યાર સુધી રાજ્યમાં નવી સરકાર બનાવવાને લઇને સ્થિતિ સ્પષ્ટ નથી થઈ શકી. ઉલ્લેખનીય છે કે સીએમ દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારનાં સીએમ પદથી રાજીનામું આપ્યું દીધું છે. જો કે તેઓ અત્યારે કાર્યકારી સીએમ બનેલા રહેશે.

કૉંગ્રેસ ભાજપ પર ધારાસભ્ય ખરીદવાનો આરોપ લગાવી ચુકી છે

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇને ચાલી રહેલી ખેંચતાણની વચ્ચે કૉંગ્રેસ, એનસીપી અને શિવસેનાને પોતાના ધારાસભ્યો તૂટાવાનો ડર સતાવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ભાજપ રાજ્યની સૌથી મોટી પાર્ટી છે અને શિવસેના સાથે સીએમ પદને લઇને બંને પાર્ટીઓમાં સહમતિ નથી બની રહી. આ જ કારણે કૉંગ્રેસ, એનસીપી અને શિવસેનાને પોતાના ધારાસભ્યોને એકજૂટ રાખવા માટે મુંબઈની એક હોટલમાં રાખવામાં આવ્યા છે. કૉંગ્રેસ ભાજપ પર ધારાસભ્ય ખરીદવાનો આરોપ લગાવી ચુકી છે. આરોપો અનુસાર ભાજપે 20-25 કરોડ રૂપિયાને ઑફર આપી છે.

ફડણવીસ સરકારનો કાર્યકાળ આજે સમાપ્ત થઇ રહ્યો છે

ઉલ્લેખનીય છે કે શિવસેના અને ભાજપની વચ્ચે સીએમ પદની ફાળવણીનાં મુદ્દા પર પેચ ફસાયો છે. શિવસેના જ્યાં અઢી-અઢી વર્ષ માટે બંને પાર્ટીઓને સીએમ પદ આપવાની માંગ પર જીદે છે, તો ભાજપે આનાથી સ્પષ્ટ ના કહી છે. શુક્રવારનાં મહારાષ્ટ્રનાં સીએમ દેવેન્દ્ર ફડણવીસે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું દીધું છે. ફડણવીસ સરકારનો કાર્યકાળ આજે એટલે કે 9 નવેમ્બરનાં સમાપ્ત થઇ રહ્યો છે.

ફડણવીસને 11 નવેમ્બર સુધી બહુમત સાબિત કરવાનો રહેશે

મહારાષ્ટ્રનાં રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ દેવેન્દ્ર ફડણવીસને સરકાર બનાવવા માટેનું આમંત્રણ આપ્યું છે. ફડણવીસને 11 નવેમ્બર સુધી બહુમત સાબિત કરવાનો રહેશે. આ પહેલા શિવસેનાએ દાવો કર્યો હતો કે લોકસભા ચૂંટણીથી પહેલા બંને ગઠબંધન સહયોગીઓએ આગામી કાર્યકાળ માટે અઢી-અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદની ફાળવણીનો વાયદો કર્યો હતો.