ભારતે અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પાકિસ્તાનની નાપાક પ્રતિક્રયાની આકરી ટીકા કરી છે. વિદેશ મંત્રાલયે આ મામલે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટનો સિવિલ મેટર પર નિર્ણય ભારતનો આતંરિક મામલો છે. મંત્રાલયે જણાવ્યું કે અમે સિવિલ મેટર પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પાકિસ્તાનના અયોગ્ય અને પાયાવિહોણા નિવેદનને ફગાવી રહ્યા છીએ, આ સિવિલ મેટર ભારતનો આતંરિક મામલો છે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ કાયદાના નિયમો અને તમામ ધર્મોના સન્માન-આદર પર આધારિત છે. આ અવધારણા પાકિસ્તાનના ચરિત્રનો ભાગ નથી. તેથી પાકિસ્તાનમાં સમજની ખોટ આશ્રર્યની વાત નથી. આ માટે નફરત ફેલાવવાની મંશા પર અમારા આતંરિક મામલે પાકિસ્તાનના દ્વારા તર્કવિહીન નિવેદનની અમે ટીકા કરીએ છીએ.
આ પહેલા સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ કરતારપુર કોરિડોર ખોલવાના દિવસે અયોધ્યા મામલે આવેલા નિર્ણય પર સવાલ ઉઠાવતા કહ્યું કે આ ખુશીના મોકા પર દેખાડવામાં આવેલી અસંવેદનશીલતાથી પાકિસ્તાન દુખી છે. શું આ નિર્ણય થોડા દિવસ માટે મોકૂફ રાખી ન શકાતો?

