પીએમ નરેન્દ્ર મોદી સોમવારે મોડી રાત્રે સાઉદી અરબ પહોંચ્યા હતા. તે એર ઈન્ડિયાના વિશેષ વિમાનથી રિયાધના કિંગ ખાલિદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા હતા. અહીં ઉમળકાભેર તેઓનું સ્વાગત કરાયું હતું. પીએમ મોદી પોતાના બે દિવસય પ્રવાસ પર સાઉદી કિંગ સલમાન બિન અબ્દુલઅજીજ અલ સૌદના આમંત્રણ પર પહોંચ્યા છે. પોતાની આ યાત્રા સમયે પીએમ મોદી સાઉદીના ક્રાઉમ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે અનેક મુદ્દાઓ પર વિશેષ વાર્તા કરશે. મોદીની આ પશ્ચિમ એશિયાઈ દેમાં યાત્રા અનેક કારણોથી ખાસ માનવમાં આવી રહી છે. આ દરમિયાન પીએમ મોદી તેલ-ગેસ સહિતનાં અનેક મહત્વપુર્ણ ક્ષેત્રોમાં સંબંધ મજબૂત બનાવવા માટે લગભગ ડઝન જેટલાં કરાર પર હસ્તાક્ષર કરશે. આ અગાઉ 2016માં પીએમ મોદીએ સાઉદીનો પ્રવાસ કર્યો હતો.

