દિલ્હીમાં રોડ શો દરમિયાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને થપ્પડ પડી

મુખ્ય સમાચાર રાજકીય

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હીમાં રોડ શો દરમિયાન કોઈ વ્યક્તિએ થપ્પડ મારી દીધી. થપ્પડ મારનાર વ્યક્તિને સમર્થકોએ પકડી લીધો હતો. ત્યારપછી પોલીસે પણ તેની અટકાયત કરી લીધી છે. આ વ્યક્તિ કોણ હતો તે વિશેની હજી કોઈ માહિતી મળી નથી. આજે અરવિંદ કેજરીવાલ નવી દિલ્હીમાં લોકસભા સીટ માટે કરમપુરા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. રોડ શો દરમિયાન અચાનક એક લાલ ટી-શર્ટ પહેરેલો વ્યક્તિ ગાડી પર ચડી ગયો હતો અને તેણે અરવિંદ કેજરીવાલને થપ્પડ મારી દીધી હતી. સમર્થકો તેને પકડે પહેલાં જ તે વ્યક્તિએ ભાગવાનો પણ પ્રયત્ન કર્યો હતો. જોકે અંતે સમર્થકોએ તેને પકડીને પોલીસને સોંપી દીધો હતો. આ ઘટના પછી પણ અરવિંદ કેજરીવાલે રોડ-શો ચાલુ રાખ્યો હતો.