વર્લ્ડકપમાં પહેલીવાર ભાગ લઇ રહેલી અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમને અમૂલ સ્પોન્સર કરશે

ખેલ-જગત મુખ્ય સમાચાર

કો-ઓપરેટીવ ક્ષેત્રે મોટું નામ ધરાવતી અમૂલે આ વખતે ઈંગ્લેંડ અને વેલ્સમાં રમનારા ક્રિકેટ વર્લ્ડકપમાં પહેલીવાર ભાગ લઇ રહેલી અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમને સ્પોન્સર કરવાનો નિર્ણય કર્યો છે. આવું પહેલી વાર નથી કે અમૂલ દ્વારા કોઈ દેશની ક્રિકેટ ટીમને સ્પોન્સર કરવામાં આવી હોય, અગાઉ 2011ના ક્રિકેટ વર્લ્ડકપમાં ટીમ સ્પોન્સર કરી હતી . કંપનીના મેનેજીંગ ડિરેક્ટર આર. એસ. સોઢીના જણાવ્યા મુજબ, ક્રિકેટ જેવી રમત સમગ્ર વિશ્વમાં જાણીતી છે અને તેને જોનારો વર્ગ પણ બહોળો છે. આ રમત સાથે જોડાવાથી અમૂલને વૈશ્વિક બજારમાં માર્કેટિંગ અને બ્રાન્ડિંગમાં સારો ફાયદો થશે. આ સ્પોન્સરશીપ માટે અમૂલ અને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે અંતિમ તબક્કાની વાતચીત ચાલુ છે અને આ અંગેની જાહેરાત આવતા મંગળવારે કરવામાં આવશે.