નર્મદાના તટે પ્રવાસીઓ માટે રીવર રાફટીંગની સુવિધા શરૂ કરવામાં આવી છે. ત્યારે આ રીવર રાફટીંગનો આકાશી નજારો અદભૂત લાગે છે. ડ્રોન દ્વારા લેવામાં આવેલી આ તસવીર અહલાદક છે. હાલમાં જ રાજ્ય સરકારે નર્મદામાં રીવર રાફટીંગની સુવિધા શરૂ કરી કેવડિયા આવતાં પ્રવાસનના આકર્ષણમાં આગવું પીછું ઉમેરાયું છે. રીવર રાફટીંગની શરૂઆત થતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

