આઈએનએક્સ મીડિયા કેસમાં કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહેલા પી. ચિદમ્બરમે તિહાડ જેલમાં રાત વિતાવી. તેમને જેલ નંબર સાતમાં રાખવામાં આવ્યા હતા. ચિદમ્બરમને રાત્રીના ભોજનમાં શાક, રોટલી અને દાળ પિરસ્વામાં આવી. ચિદમ્બરમની જેલમાં એન્ટ્રી ગેટ નંબર ચારથી કરાવવામાં આવી. જેલમાં લઈ જતા પહેલા તેમના તમામ મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જેલમાં તેમને ચશ્મા, દવા અને સુરક્ષાની સુવિધા આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જેલમાં અંડરટ્રાયલ કેદીની જેમ ચિદમ્બરમ સાથે વર્તાવ કરવામાં નહીં આવે. જોકે, તેમને કોઈપણ પ્રકારની વિશેષ સુવિધા પણ આપવામાં નહીં આવે. રાત્રીના ભોજન બાદ તેમને સવારે નાસતામાં દાળિયા, બ્રેડ, ચા અને બિસ્કિટ આપવામાં આવ્યા હતા. મહત્વપૂર્ણ છે કે, ૨૦૦૬માં એરસેલ મેક્સિસ ડીલને ચિદમ્બરમે નાણા પ્રધાન પદે રહીને મંજૂરી આપી હતી. તેમણે આ પ્રકારની મંજૂરી ઈકોનોમિક એફેર્સ કમિટીની પરવાનગી વગર આપી હતી. જેથી ચિદમ્બરમ આઈએનએક્સ મીડિયા મામલે કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહ્યા છે.

