બોલિવૂડ સુપરસ્ટાર ઋત્વિક રોશનના બધા દીવાના છે, આજે તેનો જન્મ દિવસ છે. તેણે 2000ની સાલમાં કહો ના પ્યાર હૈથી પિતા રાકેશ રોશને બોલિવૂડમાં લોન્ચ કર્યું હતું. આજે તેને મોટું નામ કમાઈ લીધું છે અને તેના પિતા પણ તેના જમાનામાં ફેમસ એક્ટર રહ્યા હતા. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે રાકેશ રોશન આટલી નાની ઉંમરમાં માથામાં વાળ કેમ નથી અને શું છે કારણ.રાકેશને ઘણા સમયથી આપણે બધા વાળ વગરના જોઈએ છીએ. પરંતુ તમને ખબર છે કે પહેલી વાર વાળ ક્યારે કઢાવ્યા હતા, તેની ટાલ પાછળનું કારણ ઉંમર સાથે ઓછા થતાં વાળ નહીં પણ બીજું છે. તેની આ ટાલ રાખવા પાછળ એક રસપ્રદ કહાની છે. વર્ષ 1987માં રાકેશે ડાયરેક્ટર તરીકે તેને પહેલી ફિલ્મ ખુદગર્જ બનાવી હતી.આ ફિલ્મ રિલીઝ થયા પહેલા તેણે તિરુપતિ બાલાજી જઈને ફિલ્મ સફળ થાય તેના માટે પ્રાર્થના કરી હતી. અને માનતા માની હતી કે જો આ ફિલ્મ સફળ થઈ જશે તો તે માથાના વાળ કઢાવી નાખશે. 31 જુલાઈ 1987ના દિવસે ફિલ્મ રિલીઝ થઈ અને બોક્સઓફિસ પર સુપરહિટ રહી, પરંતુ રાકેસ રોશને આ ફિલ્મ સફળ થયા બાદ પણ તેણે માનતા પૂરી કરી નહીં. રાકેશ રોશનની પત્ની પિંકીને આ વાતની જાણ હતી અને તેણે પણ ઘણી વાર તેને મુંડન કરાવવાની સલાહ આપી આખરે તે રાકેશ માની ગયો અને તેણે મુંડન કરાવ્યું. તે દરમિયાન તેની બીજી ફિલ્મ આવી ખૂન ભરી માંગ, જે પહેલા મુંડન કરાવી દીધું હતું. એટલું જ નહીં તેણે હંમેશાં મુંડન રાખવાનું નક્કી કર્યું અને એ રીતે શરૂ થઈ નિર્દેશન તરીકેની રાકેશ રોશનની સફર.

