અમદાવાદ : મકાન ધરાશાયી થવાની ઘટનામાં મૃત્યુંઆંક વધી 5 થયો

ગુજરાત

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં મકાન ધરાશાયી થવાની ઘટનામાં મૃત્યુઆંક પાંચ થયો છે..મોડીરાતે વધુ એક મૃતદેહને કાટમાળમાંથી બહાર કઢાયો છે. જે મૃતદેહ મળ્યો તે મહિલાનો છે. આમ મકાન ધરાશાયી થવાની ઘટનામાં કુલ મૃત્યુઆંક પાંચ થયો છે. હજુ પર કેટલાક લોકો કાટમાળમાં દાટાયા હોવાની સ્થાનિકો આશંકા વ્ય્કત કરી રહ્યા છે. મકાન ધરાશાયી થતા વીજલાઈન બંધ કરાઈ છે.