ધીમે ધીમે આપણો દેશ વિકાસ કરી રહ્યો છે. વિકાસની સાથે સાથે ઉદ્યોગ અને ઇન્ડસ્ટ્રીઝ પણ વધી રહી છે. જેના લીધે અનેક લોકોને રોજગાર મળે છે પરંતુ વધી રહેલા ઉદ્યોગોને કારણે ભારત પ્રદૂષણનું પણ કેન્દ્ર બની રહ્યો છે. ફેક્ટરીમાંથી નીકળતા રાસાયણિક પદાર્થો, વાહનોના ધુમાડા અને પ્રદૂષણ ફેલાવતી બાબતોથી બીમારીઓનું જોખમ વધી રહ્યું છે. આવા પ્રદૂષણને કારણે અનેક જીવલેણ બીમારીઓ જેવી કે અસ્થમા અને શ્વાસને લગતી બીજી બીમારીઓ વધી રહી છે.
અનેક બિમારીઓનું કારણ છે પ્રદૂષણ
પ્રદૂષણ આપણા દેશની સતત વધી રહેલી સમસ્યા છે. ઘરમાં ગંદગી અને પ્રદૂષણને લીધે અનેક પ્રકારના કીડાઓ થાય છે. જેમાં સૌથી વધારે પ્રમાણ કોક્રોચ એટલે કે વંદાનું હોય છે. આમ તો વંદાને મારવાની અનેક પ્રોડક્ટ બજારમાં મળે છે પરંતુ જો તેના પર ધ્યાન ન આપવામાં આવે તો તે અનેક બીમારીઓનું કારણ બની શકે છે.
વંદાથી થતી બીમારીઓ
વંદાને લીધે પણ શ્વાસની જીવલેણ બીમારી થઇ શકે છે. ધૂળને લીધે રેસ્પિરેટરી એલર્જી થવી સામાન્ય છે. તેમજ આ એલર્જીનો શિકાર સ્ત્રીઓ કરતા પુરુષો વધારે થાય છે.
શું કહે છે રિસર્ચ
દેશભરમાં અલગ-અલગ વિસ્તારોમાં 60 થી 80 ટકા લોકોને વંદાની એલર્જીને લીધે બીમારી થતી જોવા મળે છે. તાજેતરમાં જ એક રિપોર્ટમાં સામે આવ્યું છે બાળકોમાં ૯૦ ટકા જ્યારે વયસ્કોમાં ૫૦ ટકા અસ્થમા થવાનું કારણ એલર્જીક રિએક્શન હોય છે.

