દાઝી ગયા છો તો દવાખાને જવાની જરૂર નથી, ઘરે કરો ઉપચાર

આરોગ્ય

દાઝી ગયા પર મધ લગાડવાથી ફોડલા નહીં પડે ઉપરાંત બળતરા પણ ઓછી થશે. દાઝી ગયા હોવ તો તરત તેની પર પાણી રેડી દેવું જોઈએ અને પછી ઠંડા દૂધની મલાઈનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી બળતરા ઓછી થઈ જાય છે અને ફોડલા પણ ઓછા પડે છે. જેથી તમારા શરીરમાં ડાઘ વધુ પડતા નથી. અને ધીમેધીમે જ્યારે રુઝ આવવા લાગે ત્યારે તેના પર કોપરેલનું તેલ દિવસમાં એક વાર જરૂર લગાવો.

કોલી ફ્લાવરનું શાક બનાવતી વખતે તેમાં મીઠું, સાકર તથા પાણીનું મિશ્રણ નાખવાથી કોલી ફ્લાવરના ટુકડા એમ જ ખીલેલા રહેશે.
હેડકી આવતી હોય તો તેને બંધ કરવા બંને કાનમાં આંગળી નાખી થોડી વાર શ્વાસ રોકી રાખવો.
ઘી બનાવતી વખતે તેમાં એક તમાલપત્ર નાખવાથી ઘી લાંબા સમયસુધી તાજું રહેશે તેમજ સુગંધ પણ સારી આવશે.કાટના ડાઘા દૂર કરવા મીઠું અને લીબુંના રસની પેસ્ટ બનાવી ડાઘ પર રગડવું.

ભોજનમાં કોથમીરનો ઉપયોગ અધિક માત્રામાં કરવાથી માસિક ધર્મમાં રક્તસ્રાવ સામાન્ય રહે છે. દસ- દસ ગ્રામ ધાણાનો ભૂક્કો તથા ખડી સાકર એક કપ પાણીમાં ઉકાળી ઠંડુ થાય પછી પીવું. સવાર- સાંજ ૧૫ દિવસ પીવાથી અધિક ઋતુસ્રાવની તકલીફથી છૂટકારો મળશે.
મારબલ પરથી ડાઘા દૂર કરવા બોરેક્સ પાવડરમાં પાણી ભેળવી સાફ કરવું.