(૧) નમ્રતા કેળવો.
(૨) થોડું બોલો.
(૩) કટુ વચન ન બોલો.
(૪) તમને કોઈ ગાળ દે તેને પણ આશિષ આપો. મન અને લાગણીઓ પર જાપ્તો રાખો.
(૫) આઘાત પહોંચાડનારને અલંકાર સમાન ગણો.
(૬) અપમાન, અવગણનાને અલંકાર સમાન ગણો.
(૭) શારીરિક શ્રમ ગણાય તેવાં સેવાકાર્યો કરો.
(૮) ચપળ રહો, ધીરજ કેળવો.
(૯) શુદ્ધતા, આત્મસંયમ, નમ્રતા, ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક ઇષ્ટદેવનું સ્મરણ કરો.
(૧૦) શુદ્ધતા, આત્મસંયમ, નમ્રતા, ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક ઇષ્ટદેવનું સ્મરણ કરો.
હવે જોઈએ દુ:ખી થવાના સરળ ઉપાયો:
(૧) તમારી જ વાત કર્યા કરો.
(૨) તમારો જ વિચાર કર્યા કરો.
(૩) કોઈ ઉપેક્ષા કરે તો બળ્યા કરો.
(૪) ‘કદર કદર’ ઝંખ્યા કરો
(૫) તમારા સિવાય કોઈનોય વિશ્વાસ ન કરો.
(૬) બને ત્યાં તમારી ફરજમાંથી છટકી જાઓ.
(૭) બને તેટલી વાર ‘હું’ વાપરો.
(૮) બાજીઓની પરવા ન કરો અને તેમના માટે ભાગ્યે જ કંઈક કરો કે મદદરૂપ થાઓ.
(૯) તમારી મહેરબાની માટે લોકો આભાર ન માને તો સમસમ્યા કરો.
(૧૦) દરેક બાબતમાં તમારો જ કક્કો ઘૂંટ્યા કરો.
આ બધાંના નિવારણનું સૌથી પહેલું પગથિયું છે, શાંત બેસતાં શીખો. આપણે પત્ની, બાળકો, ધંધો, ટેલિવિઝન સાથે રહીએ છીએ, પરંતુ તેની સાથે નિયમિત પોતાની સાથે રહેતાં પણ શીખીએ. પછી સૌથી પહેલાં એ શોધી કાઢવું જોઈએ કે તમે ખરેખર કંઈ અગત્યના કારણસર તનાવ કે સ્ટેરસનો અનુભવ કરો છો કે તણાવના કારણે માનસિક તંગદિલી અને ત્રાસ અનુભવો છો અને ખરેખર તેનું કારણ કંઈ જ નથી. બસ તમને તે જ રાઈનો પહાડ કરવાની ટેવ પડી છે.