નાભિ શરીરનો એવો ભાગ છે જેની સાથે શરીરના દરેક અંગ જોડાયેલા હોય છે. પેટમાં દુખાવો હોય તો નાભિ પર હિંગ લગાવવાથી રાહત થાય છે. આવી જ રીતે પુરુષો પણ નાભિ પર કેટલીક વસ્તુઓ લગાવે તો તેમને અનેક લાભ થાય છે. કઈ કઈ છે આ વસ્તુ અને કયા કયા છે તેના લાભ જાણીએ.
સોફ્ટ સ્કીન દરેક વ્યક્તિ ઈચ્છે છે. પુરુષોની ત્વચા સામાન્ય રીતે રુક્ષ હોય છે. જો પુરુષોએ પોતાની ત્વચાને સોફ્ટ કરવી હોય તો નાભિ પર ગાયના દૂધથી બનેલું માખણ લગાવવું જોઈએ. તેનાથી ત્વચા મુલાયમ થાય છે. જો હોઠને સોફ્ટ અને શાઈની બનાવવા હોય તો દેશી ઘી મદદ કરી શકે છે. નિયમિત રીતે ઘીના બે ટીપા નાભિમાં લગાવવાથી લાભ થાય છે. લીમડાનું તેલ પણ ગુણકારી છે. આ તેલથી ચહેરાના ડાઘ દૂર થાય છે. તેના માટે નાભિમાં લીમડાના તેલના થોડા ટીપા નાંખવા જોઈએ.