સવારે જાગ્યા બાદ સૌથી પહેલા પાણી પીવાની આદત ઘણા લોકોને હોય છે. કેટલાક લોકો તો રાત્રે સૂતા પહેલા બેડ પાસે પાણીનો ગ્લાસ ભરી અને રાખી દેતા હોય છે જેનો ઉપયોગ સવારે પીવા માટે કરે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આમ કરવું યોગ્ય નથી. હકીકતમાં રાત્રે શરીરમાંથી વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઈડ ગેસ નીકળે છે જે સવાર સુધીમાં રૂમમાં ફેલાઈ જાય છે.
આ ગેસના સંપર્કમાં આવતી દરેક વસ્તુ પર તેની અસર થાય છે. પાણી જો ઢાંકીને રાખેલું ન હોય તો તેમાં આ ગેસ ભળી જાય છે. તેથી આ પાણી પીવાથી ઉદાસી, થાક લાગી શકે છે. જો રૂમમાં રાખેલું પાણી પીવું હોય તો તેને હંમેશા ઢાંકી અને રાખવું જોઈએ.
સારી ઊંઘ આવે તેના ઉપાય
રાત્રે જે ભોજન આપણે કરીએ છીએ તેની અસર ઊંઘ પર થાય છે. તો ચાલો હવે એ પણ જાણી લો કે કઈ વસ્તુઓનું સેવન કરવાથી રાત્રે ઊંઘ બરાબર આવે છે.
મધ: હુંફાળા ગરમ દૂધમાં અથવા તો હર્બલ ચા બનાવી તેમાં થોડું મધ ઉમેરી અને પીવાથી ઊંઘ સારી આવે છે. તેમાં જે ગ્લૂકોઝ હોય છે તે મગજના ન્યૂરોટ્રાંસમીટરને બંધ કરવાનો સંકેત આપે છે જે અલર્ટનેસનું એક કારણ છે.
કેળું: કાર્બોહાઈડ્રેટથી ભરપૂર કેળા મગજને રિલેક્સ કરતા હોર્મોન્સ રિલીઝ કરે છે. જેનાથી મગજને આરામની સ્થિતી મળે છે.

