પેટિસનું નામ સાંભળતાજ મોંમા પાણી આવી જાય છે. પેટિસને તમે નાસ્તામાં કે પછી જ્યારે ભુખ લાગે ત્યારે ખાઈ શકો છો. વેજ પેટિસ બનાવવી ખુબજ સરળ છે અને સાથે સાથે એટલીજ સ્વાદિષ્ટ છે.
વેજ પેટિસ બનાવવા માટે સામગ્રી
વેજ પેટિસ બનાવવા માટેની પદ્ધતિ
સૌથી પહેલાં એક પેનમાં 3 મોટા ચમચા તેલ નાખી ધીમા તાપ પર જીરૂ, લવીંગ તજનો ભુકો, લીલુ મરચુ, લસણ આદુની પેસ્ટ એક ચમચી નાખી સારી રીતે શેકી લો. તેમાં તલ નાંખી સાતળો. હવે તેમાં મગની દાળ નાખી સારી રીતે ભેળવી તેમાં ખાંડ, કિશમિશ, લીંબુનો રસ, ગરમ મસાલો, કોથમીર મીઠુ નાખીને થોડી વાર પકાવો. ગેસ બંધ કરી બીજો મસાલો તૈયાર કરો.
એક મોટા વાસણમાં બટેટા મેશ કરેલા, બ્રેડ ક્રપ્સ, મરી પાવડર નાખી લોટ બાંધતા હો તેવુ મિશ્રણ તૈયાર કરી લો. નાના નાના લુઆ બનાવી દો. હથેળી પર તેલ ચોપડી બટેટાની થેપલી વણી તેમાં માવો ભરી પેટીસનો આકાર આપો. તમામ પેટીસ તૈયાર કરી તળીલો. સોસ કે આંબલીની ચટણી સાથે ગરમાગરમ પીરસો.

