બાજરી સ્વાસ્થ્ય માટે કેટલી હેલ્ધી હોય છે તે તો તમે જાણતા જ હશો અને તેમાં પણ બાજરીનો રોટલો મળી જાય તો કહેવું જ શું. બાજરીના રોટલામાં પણ તમને કંઇક અવનવું ખાવા મળે તો? જલ્સો પડી જાય, સાચુ ને? તો અમે આજે તમારા માટે લઇને આવ્યાં છીએ બાજરાના રોટલાનું નવુ વર્ઝન સ્ટફ્ડ રોટલો. આ રોટલાને તમે બુંદીના રાયતા સાથે પણ સર્વ કરી શકો છો.

