એકટ્રેસ જીયા મિર્ઝા અને સાહિલનો સંબંધ તૂટ્યા બાદ એક્ટ્રેસ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યુકે, પતિથી અલગ થયા બાદ હવે જીવન કેવું છે. દીયા મિર્ઝાએ કહ્યુકે, તેને દર્દ સહન કરવાની શક્તિ તેના માતા-પિતા પાસેથી મળી છે. તે કહે છેકે, મારું પ્રોફેશન મને દુખી થવાની અનુમતિ આપતુ નથી. હવે મને આ દર્દ સહન કરવાની શક્તિ મારા માતા-પિતા પાસેથી મળી છે. તેઓ 34 વર્ષ પહેલાં અલગ થઈ ગયા હતા. તે સમયે હું ચાર વર્ષની હતી જો એ ઉંમરે મે દર્દ સહન કરી લીધુ હોય તો 37 વર્ષે તો હું દર્દ સહન ના કરી શકું એવું કોઈ કારણ જ નથી.
તેણે આગળ કહ્યુકે, કોઈનાથી અલગ થવાનો નિર્ણય મોટો જરૂર હોય છે પરંતુ જરૂર પડે તો તે લેવો જ પડે છે. પુરુષ અને મહિલાઓ ડરના કારણે નિર્ણય લઈ શકતા નથી. તમારે એટલાં સહનશીલ થવું પડશે કે તે વિચારી શકો કે બધું થઈ જશે.
દીયાએ કહ્યુ, ‘ હું ઘણા વર્ષોથી ધ્યાન કરું છું, મારું ઘર હરિયાળી, પક્ષીઓ અને મધમાખીઓની નજીક છે. મારી દરેક સવાર બગીચાઓમાં વિતે છે. બહારની દુનિયામાં તો કેટલો ગુસ્સો છે. મીડિયામાં કેટલો ગુસ્સો દેખાય છે.
ફિલ્મોની વાત કરીએ તો અનુભવ સિન્હા નિર્દેશિત ફિલ્મ થપ્પડમાં દેખાવાની છે. ફિલ્મમાં તાપસી પન્નુ લીડ રોલમાં છે. તેના સિવાય ડીજીટલ પ્લેટફોર્મ પર પણ દીયા મિર્ઝા ઘણી એક્ટિવ છે. અહેવાલો મુજબ, તે ‘મુગલ્સ’ નામની વેબ સિરીઝમાં પણ કામ કરવા જઈ રહી છે.

