જો તમારી પાસે હોન્ડાનું વ્હિકલ હશે તો કંપનીને આપવું પડશે પાછું

મુખ્ય સમાચાર

દિગ્ગજ ટુ વ્હીલર નિર્માતા કંપની હોન્ડા મોટર્સ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI)એ પોતાના 50 હજારથી પણ વધારે ટુ વ્હીલર રિકોલ કરી લીધા છે. આ વાહનોમાં ફ્રન્ટ બ્રેક માસ્ટર સિલિન્ડરમાં ખામી છે. આ ખામીને કંપની જ ઠીક કરી આપશે. કંપની તરફથી જે ટુ વ્હીલરને રિકોલ કરવામાં આવ્યા છે એમાં સ્કૂટર એક્ટિવા 125 (Activa 125-Disc), એવિએટર (Disc) અને ગ્રેજિયા (Disc) સિવાય સીબી શાઇન (સેલ્ફ એન્ડ ડિસ્ક) પણ શામેલ છે.

આ ખામીયુક્ત હોન્ડા ટુ વ્હીલર્સને 4 ફેબ્રુઆરીથી 3 જુલાઈ, 2019 વચ્ચે તૈયાર કરવામાં આવ્યા હતા. આ વાહનોમાં ફ્રન્ટ બ્રેક માસ્ટર સિલિન્ડરમાં ખામી છે. આ ખામીના કારણે સ્કૂટર તેમજ મોટર સાયકલનું આગલું વ્હીલ જામ થઈ શકે છે. આ સમારકામ માટે ગ્રાહકે બિલકુલ ફી નહીં ચુકવવી પડે.

કંપની ડીલર્સ મારફતે પ્રભાવિત ગ્રાહકોને માહિતી આપશે. આ સિવાય ગ્રાહક તેમનું વાહન આ કેમ્પેઇન અંતર્ગત આવે છે કે નહીં એની પોતે તપાસ કરી શકે છે. આ માટે સૌથી પહેલાં કંપનીની ઓફિશિયલ વેબસાઇઇટ પર જવું પડશે. આ સાઇટ પર વ્હીકલ આઇડેન્ટિફિકેશન નંબર (VIN) સબમિટ કરવાથી તમામ પ્રકારની જાણકારી મળી શકશે.