યમુના નદી કાંઠે ઉગાડવામાં આવતા શાકભાજીમાં ઝેરી તત્વો મળ્યા

આરોગ્ય મુખ્ય સમાચાર

દિલ્હીમાંથી પસાર થતી યમુના નદીના કાંઠે ઉગાડવામાં આવતા શાકભાજીમાં જોખમી કક્ષાના ઝેરેલી ઘાતુના તત્વો મળ્યા હતા. આ તત્વોના કારણે માનવીય જીવન જોખમમાં મૂકાઇ જાય છે અને કેન્સરની બીમારી થવાનો પણ ભય રહેલો હોય છે. નેશનલ એનવાર્નમેન્ટલ એન્જીનીયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટયુટ દ્વારા હાથ ધરાયેલા એક અભ્યાસમાં દિલ્હીના વિવિધ સૃથળોએ થી ભેગા કરેલા ત્રણ નમુનાઓની તપાસ કરતાં તેમાં સાત શાકભાજીમાં ઘાતુના તત્વો મળ્યા હતા. આ શાકભાજીમાં કોબી,ફુલકોબી, મૂળો, બ્રિન્જલ, કોથમીર, મેથી અને સ્પીનીંચનો સમાવેશ થતો હતો.આ નમુના ઉસ્માનપુર ખદર, ગીતા કોલોની અને મયુર વિહારમાંથી લેવામાં આવ્યા હતા અને સીસું, પિત્તળ, મૂળતત્વ અને પારાની હાજરી છે કે કેમ તે માટે ચકાસવામાં આવ્યા હતા. ચકાસણીમાં સૌથી વધુ સીસું કોથમીરમાંથી મળ્યું હતું જે ગીતા કોલોનીમાંથી લીધું હતું. ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આનુસાર,શાકભાજીમાં સુરક્ષીત સીસાની માત્રા ૨.૪ મિલિગ્રામ સુધીની હોય છે. ઉપરાંત અન્ય ખાદ્ય પધાર્થોમાંથી પણ જે ઝેરીલા તત્વો મળ્યા હતા તેનું પ્રમાણ ૨.૮થી ૧૩.૮ મીલીગ્રામ સુધીનું હતું.

ચકાસણીના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે વધારે પડતી માત્રામાં આ તત્વો હોય તો શરીરના અવયવોને નુકસાન કરી શકે છે.’ ખાદ્ય પધાર્થમાં વધારે માત્રામાં અસુરક્ષિત તત્વોનો જો સતત લાંબા સમય સુધી ઉપયોગ કરવામાં આવે તો અનેક બાયોલોજીકલ અને બાયોકેમિકલ પ્રક્રિયાને નુકસાન કરી શકે છે’એમ નેશનલ ગ્રીન ટ્રિબ્યનલના આદેશથી કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું.