ભારત-ચીન વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન અંતર્ગત ચાર મહત્વના કરારો થયા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

ભારતના વિદેશ મંત્રીની ત્રણ દિવસીય ચીન યાત્રા દરમિયાન ચીની વિદેશ મંત્રી સાથે મુલાકાત થઈ હતી અને એમાં ચાર મહત્વના કરારો થયા હતા. પીપલ ટુ પીપલ ટાઈ અંતર્ગત પ્રાચીન દવા વગેરેનો પ્રસાર કરવાની સહમતિ થઈ હતી.

ભારત-ચીન વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન વધારવારના ભાગરૂપે ચાર કરારો ઉપર હસ્તાક્ષરો થયા હતા. કલ્ચરલ પ્રોગ્રામ અંતર્ગત તેમ જ લોકોનું લોકો સાથે સીધું જોડાણ થાય તેવા હેતુથી જે કરારો થયા તેમાં બંને દેશો વચ્ચે પ્રાચીન દવાઓનું આદાન-પ્રદાન વધે તેના ઉપર ખાસ ભાર મૂકાયો હતો.

ચાર કરારોમાં મ્યુઝિયમ મેનેજમેન્ટમાં આદાન-પ્રદાન, સ્પોર્ટ્સના ક્ષેત્રે સહકાર વધારવો હેલ્થકેરમાં સહકાર વધારવા ઉપરાંત સાંસ્કૃતિક બાબતોથી એક-બીજા દેશના લોકો પરિચય કેળવે તે બાબતો મુખ્ય હતી. હેરિટેજ વારસાને બળ આપવા માટે બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે સહમતિ થઈ હતી.

બંને દેશોના રમતવીરોની કુશળતાનો લાભ એક-બીજા દેશને આપવા બાબતે પણ બંને દશોના વિદેશ મંત્રાલયો વચ્ચે સહમતિ સધાઈ હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે બંને દેશો વચ્ચે રમત-ગમતમાં સહકાર વધે તે દિશામાં પ્રયાસો કરવાનો મુદ્દો પણ ચર્ચાનો મુખ્ય વિષય રહ્યો હતો.

ચીન અને ભારત બંને પાસે પ્રાચીન દવાઓનું શાસ્ત્ર છે. એના નિષ્ણાતોની મદદ લઈને આજના જમાનાના રોગો સામે લડત આપવાની બાબતે પણ બંને દેશોએ સહકાર આપવાની તૈયારી બતાવી હતી.