વિવાદાસ્પદ સ્ટોક બ્રોકર હર્ષદ મહેતા ‘બિગ બુલ ‘ તરીકે જાણીતા હતા. તેમની જીવનકથની પરથી ફિલ્મ બનાવાની વાત થઈ રહી છે. જેમાંથી એક માટે અભિષેક બચ્ચનું નામ ચર્ચામાં છે.
મળેલી માહિતીને સાચી માનીએ તો, િઅષેક બચ્ચન વિવાદાસ્પદ સ્ટોક બ્રોકર હર્ષદ મહેતાનું પાત્ર ભજવવાનો છે. આ ફિલ્મનું નિર્માણ અજય દેવગણ કરશે. ૧૯૯૨માં શેરબજારમાં તેણે મસમોટું કૌભાંડ કરીને ઘણાની આર્થિક સ્થિતિ સંકટમાં મુકી હતી. આ ફિલ્મને કુકી ગુલાટી દિગ્દર્શન કરવાનો છે. તેમજ ઇલિયાના ડિક્રુઝ હીરોઈન તરીકે હશે.આ પહેલા પણઅભિષેક બચ્ચન અને અજયદેવગણે ‘ બોલ બચ્ચન, ઝમીન, યુવા અને એલઓસી કારગિલમાં સાથે કામ કર્યું છે.
આ વરસની શરૂઆતમાં એક વાત એવી પણ ચગી હતી કે, અજય દેવગણ અને દિગ્દર્શક ઇન્દર કુમાર હર્ષદ મહેતા પર ફિલ્મ બનાવાના છે. જેનું શિર્ષક ‘બિગ બુલ’ હશે. પરંતુ હવે આ ફિલ્મના દિગ્દર્શક તરીકેનું સુકાન કુકુી ગુલાટી સંભાળશે તેવી વાત આવી રહી છે.

