શિક્ષણ બોર્ડ દ્વારા આજથી રાજ્યના કુલ ૧૮,૫૦,૯૯૨ વિદ્યાર્થીઓની ધો.૧૦ અને ધો.૧૨ સામાન્યપ્રવાહ તેમજ વિજ્ઞા।ન પ્રવાહની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. રાજ્યના કુલ ૧૩૬ ઝોનમાં આ પરીક્ષા માટે ૧,૬૦૭ કેન્દ્રોના ૬૩,૬૧૫ ખંડમાં પરીક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. ૧૬ દિવસ સુધી પરીક્ષા વ્યવસ્થા માટે ૮૫ હજારથી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે. ધો.૧૦ની ૧૯મી માર્ચે અને ધો.૧૨ની ૨૩મીએ પરીક્ષા પૂર્ણ થશે. ધો.૧૦માં ૧૧,૫૯,૭૬૨ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જે ગત વર્ષ કરતાં ૫૦,૦૦૦ વધુ છે. ધો.૧૨ સાયન્સમાં કુલ ૧,૪૭,૩૦૨ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જે ગત વર્ષ કરતાં ૨૦,૦૦૦ વધુ છે. ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૫,૩૩,૬૨૬ વિદ્યાર્થી નોંધાયા છે. ધો.૧૨.સાયન્સ જૂની સેમેસ્ટર સિસ્ટમના ૧૦,૩૦૨ રિપીટર, ધો.૧૦માં કુલ ૬,૨૨૨ દિવ્યાંગ વિદ્યાર્થી નોંધાયા છે. ધો.૧૦માં ૪,૫૪,૨૯૭ વિદ્યાર્થિની અને ૭,૦૫,૪૬૫ વિદ્યાર્થીઓ નોંધાયા છે. સામાન્ય પ્રવાહમાં કુલ વિદ્યાર્થીઓ પૈકી ૩,૫૯,૩૭૫ નિયમિત, ૯૫,૦૭૫ રિપીટર, ૭,૩૩૫ આઈસોલેટેડ, ૪૦,૯૬૦ ખાનગી નિયમિત, ૩૦,૮૮૧ ખાનગી રિપીટરનો સમાવેશ થાય છે. જ્યારે સાયન્સના કુલ વિદ્યાર્થી પૈકી એ ગ્રુપના ૫૭,૫૧૧ તથા બી-ગ્રુપના ૮૯,૭૬૦ અને એ-બી ગ્રુપના ૩૧ વિદ્યાર્થી નોંધાયા છે. બોર્ડ દ્વારા છેલ્લા બે વર્ષથી કેદીઓની પરીક્ષા દેવાનું આયોજન કરાય છે. ત્યારે આવતીકાલથી શરૂ થનારી બોર્ડની પરીક્ષા ધો.૧૦ના ૮૯ અને ધો.૧૨ ૩૬ મળીને કુલ ૧૨૫ કેદીઓ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને લાજપોર (સુરત)મધ્યસ્થ જેલ ખાતે પરીક્ષા આપશે. ધો.૧૦ની પરીક્ષા માટે કુલ ૮૧ ઝોન અને ધો.૧૨ કુલ ૫૬ ઝોન છે. ધો.૧૦ માટે કુલ ૯૨૫ કેન્દ્ર અને ધો.૧૨ માટે કુલ ૬૫૩ કેન્દ્ર છે. સામાન્ય પ્રવાહના ૫૧૪ અને વિજ્ઞા।ન પ્રવાહના કુલ ૧૩૦ કેન્દ્રો છે.

