દિલ્હી હિંસા પર 11 માર્ચના રોજ સંસદમાં ચર્ચા થશે, ગૃહમંત્રી અમિત શાહ આપશે જવાબ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

દિલ્હીમાં થયેલી હિંસા પર સંસદમાં હોળીના આગળના દિવસે એટલે કે 11મી માર્ચના રોજ ચર્ચા થશે અને દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહ ચર્ચામાં જવાબ આપશે. આ ખુલાસો શુક્રવારના રોજ થયો છે. આ સંવેદનશીલ મુદ્દા પર વિપક્ષના દબાણ બાદ પણ સરકારે ચર્ચાની માંગને હોળી પછી ટાળી દીધી હતી. લોકસભા અધ્યક્ષે જણાવ્યું હતું કે, ચર્ચા માટે યોગ્ય સમય નથી. હવે સરકાર નાની ચર્ચા માટે તૈયાર છે પરંતુ આ મુદ્દે વોટિંગ થશે નહિ. 

સંસદીય કાર્યપ્રણાલી મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, આશા છે કે વિપક્ષ સદનની કાર્યવાહીને અવરોધ કર્યા વિના ચર્ચામાં ભાગ લેશે કારણ કે આ તેમની માંગ છે. દિલ્હીમાં હાલત હાલતો સામાન્ય થઇ ગઈ છે તો તેમાં સામેલ થવા માટે કોઈ આપત્તિ નથી.

ચર્ચાની તારીખની પુષ્ટિ બુધવારના રોજ લોકસભા અધ્યક્ષ ૐ બિરલા દ્વારા કોંગ્રેસના સાત સાંસદોને સસ્પેન્ડ કર્યા બાદ સદનમાં હંગામો કરવાને લઈને બજેટ સત્રની સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરવામાં આવેલા સાંસદોમાંથી ગૌરવ ગોગોઈએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, સરકાર હોળી બાદ ચર્ચા માટે કહી રહી છે પરંતુ તેમના પરિવારોનું શું જેમણે પોતાના લોકોને ગુમાવ્યા છે, શું તેઓ હોળી મનાવી શકશે? જે પોલીસકર્મીનું મોત થયું તેમના પરિવારનું શું થશે?

વિપક્ષી સાંસદોએ સંસદના બંને સદાનોમાં જઈને નોટિસ આપીને નાગરિકતા કાયદાના વિરોધમાં ઉત્તર પૂર્વી દિલ્હીમાં ચાર દિવસ સુધી હિંસા પર ચર્ચાની માંગ કરી હતી.  આ હિંસામાં 50થી વધારે લોકોના મોત નિપજ્યા હતા જ્યારે ઘણા ઘર, ગાડીઓને સળગાવી દેવામાં આવ્યા હતા અને તોડફોડ કરવામાં આવી હતી.