સત્તામાં આવ્યા બાદ ઉદ્ધવ ઠાકરે સૌથી મોટું કામ કરવા જઈ રહ્યાં છે, ઝડપથી કામ પૂર્ણ કરવાની આપી ગેરન્ટી

મુખ્ય સમાચાર રાજકીય

ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરનું ભવ્ય સ્મારક દાદરની ઈંદુ મિલની સાડા બાર એકર જમીન પર થવાનું છે. આ સ્મારકનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે, એવી બાંહેધરી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ આપીને આ સ્મારક વિશ્વ માટે પ્રેરણાદાયી તેમજ અન્યાય અને વિષમતાના વિરોધમાં લડવા માટે શક્તિ આપશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરનો આવતીકાલે- શુક્રવાર, છઠ્ઠી ડિસેમ્બરે ૬૩મો મહાપરિનિર્વાણ દિવસ છે. આ દિવસે ડો. બાબાસાહેબના તમામ અનુયાયીઓ દાદરના ચૈત્યભૂમિ તરફ લાખોની સંખ્યામાં આવીને મહામાનવું અભિવાદન કરતા હોય છે. આ મહાપરિનિર્વાણ દિનની પૂર્વસંધ્યાએ મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ ડો. આંબેડકરની સ્મૃતિને યાદ કરી સંદેશ આપ્યો છે. બાબાસાહેબે વિષમતાના વિરોધમાં સંઘર્ષ કર્યો. એમનું જીવન એટલે ધગધગતો અગ્નિકુંડ હતું. માણસ તરીકે જીવવા માટેનો અધિકાર મેળવવા માટે પણ સંઘર્ષ કર્યો. ઇંદુ મિલની સાડા બાર એકર જમીન ઉપર ડો. બાબાસાહેબ આંબેડકરનું ભવ્ય સ્મારક ઉભું કરવામાં આવશે. આ સ્મારક વંચિત, જીવનની લડત હારી ગયેલા માણસને વિષમતાના અને અન્યાય વિરોધમાં લડવાની પ્રેરણા આપશે, આ સરકાર સર્વસામાન્ય જનતાનું છે અને બાબાસાહેબના ક્ષમતા, વ્યાપ અને બંધુતાના વિચારોના માર્ગે ચાલશે, એવી બાંહેધરી પણ ઉધ્ધવ ઠાકરેએ આપી. ચૈત્યભૂમિ ઉપર આવનારા તમામ નાગરિકોનું હું સ્વાગત કરું છું, એવું પણ મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ કહ્યું હતું.