સાડા ત્રણ વર્ષની બાળકીના દુષ્કર્મના કેસમાં ફાંસીની સજાના આરોપી અનિલે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. જેને લઈને આજે સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા પર રોક લગાવી દીધી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સેશન્સ કોર્ટમાં ફાંસીની સજા અપાયા બાદ હાઈકોર્ટે પણ સજા યોગ્ય ઠેરવી હતી. ત્યારબાદ સેશન્સ કોર્ટ દ્વારા 29 ફેબ્રુઆરીના રોજ ફાંસી આપવાનું ડેથ વોરન્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, સુપ્રીમ કોર્ટમાં આરોપી અનિલ યાદવે અપીલ કરતા હાલ સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા પર રોક લગાવી દીધી છે.

