દુરદર્શનના અધિકારીએ રોક્યું હતું PMનું ભાષણ, થયા સસ્પેન્ડ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

પ્રસાર ભારતીએ ચેન્નઈ દુરદર્શન કેન્દ્રના અધિકારીને અનુશાસનાત્મક કાર્યવાહીનું કારણ આપીને સસ્પેન્ડ કરી દીધાં છે. દુરદર્શન કેન્દ્રની સહાયક નિયામક આર વસુમથીએ કથિતપણે IIT મદ્રાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનું પ્રસારણ રોકી દીધું હતું. સુત્રોનું કહેવું છે કે, સિનિયર અધિકારીઓ દ્વારા ડીડી પોડિગઈ ટીવી પર પ્રસારિત કરવામાં આવનારા વડાપ્રધાન મોદીના ભાષણને મંજુરી આપી દીધી હતી, પરંતુ આર. વાસુમથીએ ભાષણને રોકી દીધું હતું.

પ્રસાર ભારતી તરફથી જાહેર કરવામાં આવેલા લેટરમાં કહેવામાં આવ્યું કે, વસુમથીને સિવિલ સર્વિસ નિયમ 1965 હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરવા પાછળનું કારણ સ્પષ્ટપણે નથી જણાવવામાં આવ્યું, પત્રમાં માત્ર અનુશાસનાત્મક કાર્યવાહી ગણાવી છે. નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરના રોજ IIT મદ્રાસના દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યું હતું.