મોદી સરકારના મેક ઇન ઇન્ડિયાને હવે પાંખો મળી ચૂકી છે. દુનિયાભરમાં પોતાની અપાર શક્તિ માટે જાણીતા F-16યુદ્ધ વિમાનની વિંગ્સ (પાંખ) હવે ભારતમાં બની રહી છે. અમેરિકાની કંપની લોકહીડ માર્ટિને ગત અઠવાડિયે જાહેરાત કરી હતી કે, પહેલા વિંગ્સ પ્રોટોટાઇપનું કામ શરુ કરવામાં આવશે. મેરીલેન્ડ સ્થિત લોકહીડ માર્ટિન કંપનીએ ગત વર્ષે ભારતમાં F-16ની પાંખોનું નિર્માણ કરવા માટે ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ સાથે કરાર કર્યો હતો.
F-16યુદ્ધ વિમાનની પાંખ હૈદરાબાદમાં લોકહીડ અને ટાટાની સંયુક્ત કંપની હેઠળ નિર્માણ પામી રહ્યા છે. વિમાન નિર્માણમાં સૌથી મુશ્કેલ કામ તેની વિંગ્સ (પાંખો) બનાવવાનું હોય છે. આ નિર્ણયથી ભારતીય રક્ષા ઇન્ડસ્ટ્રી મજબૂત બનશે.
લોકહીટ માર્ટિન અને ટીએએસએલે ભારતમાં F-16 બ્લોક-70 યુદ્ધ વિમાનો બનાવવા માટે કરાર કર્યો હતો, પરંતુ આ કરાર ભારતીય વાયુસેના તરફથી F-16 બ્લોક-70 યુદ્ધ વિમાનોની ખરીદી પછી જ લાગૂ કરવાની શરત હતી. પરંતુ લોકહીડ માર્ટિન તરફથી પાછળથી જાહેરાત કરવામાં આવી હતી કે આ પ્રકારની કોઇ શરત રાખવામાં આવી નથી.