પક્ષપલ્ટો કરી રાધનપુરમાં ભાજપમાંથી પેટાચૂંટણી લડતા અલ્પેશે ઠાકોર સમાજના આગેવાનો સામે બેફામ આક્ષેપો કરતા કલોલના ધારાસભ્યે તેનું કાચુ ચીઠ્ઠુ ખોલ્યુ હતુ. બળદેવજીએ કહ્યુ કે ”અલ્પેશના પિતા ખોડાજી મારા મોસાળપક્ષે વેવાઈ છે એ આખુ ગુજરાત જાણે છે, બે મહિના પછી એ પોતાના પિતા ખોડાજીને પણ ભૂલી જશે એવો અંહકાર તેનામા છે. અમારો ઝગડો સગાવ્હાલાનો નથી. ઠાકોર સેનાના યુવાનોને છેતર્યા, સમાજને વેચ્યો તેની તોડબાજી સામેનો છે”
તો બીજી બાજૂ અલ્પેશ ઠાકોરના પિતરાઈ ભાઈના અલ્પેશ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. નવઘણ ઠાકોરે અલ્પેશ ઠાકોર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, અલ્પેશ મોટો ગુંડો બનાવા અલ્પેશ ભાજપમાં જોડાયો હતો. અલ્પેશ ઠાકોર પૈસાનો ભૂખ્યો છે તેણે મારી જમીન પણ પચાવી પાડી છે. આ મામલે નવઘણ ઠાકોરની જમીન પાછી આપવા સ્થાનિકોએ પણ માંગ કરી હતી. સ્થાનિકોનું કહેવું છે કે, નવઘણ ઠાકોરને જમીન પાછી મળવી જોઈએ, સ્થાનિક લોકોનું કહેવું છે કે, રિવોલ્વર બતાવીને મારા ભાઈની જમીન પડાવી અલ્પેશે પડાવી હતી.

