બે દિવસ પહેલાં પોલીસે ડિટેઇન કરેલી 2 કરોડની પોર્શે કારને 9. 80 લાખનો દંડ ફટકાર્યો

ગુજરાત મુખ્ય સમાચાર

પશ્ચિમ અમદાવાદમાં રૂટિન ચેકિંગ દરમિયાન પોલીસે 27મી નવેમ્બરે 2 કરોડ રૂપિયાની પોર્શે 911 કારને ડિટેઇન કરી હતી, જેને 9.80 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મહત્વનું છે કે, કારમાં નંબર પ્લેટ ન હતી અને આ ઉપરાંત કારચાલક પાસે જરૂરી ડોક્યુમેન્ટ્સ પણ નહોતા. જેને કારણે નિયમ ભંગ કરવા બદલ પોલીસે આકરો દંડ ફટકાર્યો છે. અમદાવાદ પોલીસે ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી છે.

બે દિવસ પહેલા ડિટેઇન કરવામાં આવી હતી
શહેર ટ્રાફિક પોલીસે લક્ઝુરિયસ કાર સામે ટ્રાફિક ડ્રાઇવ યોજી હતી. જેમાં હેલ્મેટ સર્કલ પાસે પોલીસે 2 કરોડની પોર્શે 911 મોડેલની કાર ડિટેઇન કરી હતી. પોલીસે આપેલા આરટીઓ મેમો મુજબ બપોરે હેલ્મેટ સર્કલ પાસે પોર્શે કારના આગળ પાછળ નંબર પ્લેટ ન હોવાથી, હુકમનો ભંગ અને વેલિડ કાગળો ન હોવાથી ડિટેઇન કરવામાં આવી હતી.