તેલંગાણા 18થી 30 વર્ષની મહિલાઓ માટે દેશમાં સૌથી અસુરક્ષિત, અહીં 91 ટકા દુષ્કર્મ પીડિતાઓ આ જ ઉંમરની

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

તેલંગાણાના હૈદરાબાદની પાસે ગુરુવારે 26 વર્ષની વેટરનરી ડોક્ટરની દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી. સ્કુટી પંચર થવાના પગલે આ ડોક્ટર ટોલ પ્લાઝા પર હતી. ટ્રક ડ્રાઈવર અને ક્લીનર પંચર બનાવવાના બહાને તેણીને લઈ ગયા હતા અને બાદમાં દુષ્કર્મ કર્યું. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો એટલે કે એનસીઆરબીના આંકડાઓ જણાવે છે કે 18થી 30 વર્ષની મહિલાઓ માટે તેલંગાણા દેશમાં સૌથી અસુરક્ષિત રાજ્ય છે. 2017માં અહીં થયેલા દુષ્કર્મની 91 ટકા પીડિતાઓ આ જ ઉંમરની હતી, જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે. જોકે દુષ્કર્મના સૌથી વધુ મામલા મધ્યપ્રદેશમાં પ્રકાશમાં આવ્યા છે.

18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ માટે તેલંગાણા સૌથી સુરક્ષિત

બીજી તરફ 18થી 30 વર્ષની મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત તેલંગાણા 18થી ઓછી ઉંમરની બાળકીઓ માટે સૌથી સુરક્ષિત રાજ્યોમાં સામેલ છે. 2017માં અહીં 18થી ઓછી ઉંમરની બાળકીઓ સાથે દુષ્કર્મનો એક પણ મામલો પ્રકાશમાં આવ્યો નથી. આવા રાજ્યોમાં મિઝોરમ, સિક્કિમ, તમિનાડુ, દાદરા-નગર હવેલી, દિલ્હી, લક્ષદ્વિપ અને પોન્ડીચેરી પણ સામેલ છે.

દેશમાં દુષ્કર્મના સૌથી વધુ મામલા મધ્યપ્રદેશમાં
એનસીઆરબીના રિપોર્ટ મુજબ, 2017માં દેશમાં દુષ્કર્મના કુલ 32,559 કેસ નોંધાયા હતા. દુષ્કર્મના 93 ટકા મામલામાં આરોપી પરિચિત કે સબંધી છે, માત્ર 7 ટકા મામલામાં આરોપીઓ અપરિચિત હતા. દુષ્કર્મના સૌથી વધુ 5,562 મામલા મધ્યપ્રદેશમાં નોંધાયા છે. ઉતર પ્રદેશ બીજા અને રાજસ્થાન ત્રજા નંબરે છે. મધ્યપ્રદેશ 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ અને 60 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ સાથેના દુષ્કર્મના મામલામાં પણ દેશમાં પ્રથમ નંબરે છે. દેશમાં 60થી વધુ ઉંમરની મહિલાઓ સાથે દુષ્કર્મ થયું હોય તેવા 139 કેસ પ્રકાશમાં આવ્યા છે. તેમાં સૌથી વધુ 46 મામલા મધ્યપ્રદેશમાં થયા.

સામુહિક દુષ્કર્મ બાદ મર્ડરના મામલામાં યુપી અગ્રેસર

રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે સામુહિક દુષ્કર્મ બાદ પીડિતાના મર્ડરના મામલામાં ઉતર પ્રદેશ સમગ્ર દેશમાં પ્રથમ છે. અહીં આવા સૌથી વધુ 64 મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. દેશમાં માત્ર 4 રાજ્યો એવો છે, જ્યાં સામુહિક દુષ્કર્મ બાદ મર્ડરના કેસ ડબલ ડિજિટમાં પ્રકાશમાં આવ્યા છે.