અયોધ્યામાં 5.51 લાખ દીવડાં પ્રગટાવવાનો વર્લ્ડ રેકોર્ડ બન્યો, યોગી બોલ્યા- મોદી સૌને બરાબરનો હક આપીને રામરાજ્ય લાવ્યા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

ભગવાન રામનું શહેર અયોધ્યામાં દીપોત્સવના મુખ્ય કાર્યક્રમમાં ભાગ લેવા શનિવારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પહોંચી ગયા છે. અહીં તેમણે રામ-સીતાની આરતી ઉતારી હતી. રામ વનવાસથી પરત આવ્યાની ખુશીમાં શહેરમાં 14 જગ્યાએ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું છે. રામ મંદિરની જગ્યા છે ત્યાં 4 લાખ દીપ પ્રગટાવીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારી કરવામાં આવી હતી. બાકીના દીવડા શહેરના અન્ય ભાગમાં પ્રગટાવવામાં આવ્યા હતા. કુલ 5 લાખ 50 હજાર દીવડા પ્રગટાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. દીવડાઓ પ્રગટાવ્યા બાદ તેની ગણતરીક કરવામાં આવી હતી. લોકો ઉત્સાહભેર આ કાર્યક્રમને માણી રહ્યા છે. મંત્રોચ્ચારના ઉચ્ચારણ સાથે કાર્યક્રમ ચાલી રહ્યો છે. દેશ વિદેશથી આવેલા મુલાકાતીઓએ કહ્યું હતું કે તેમણે આવું ક્યારેય જોયું નથી.

ફિઝીના ડેપ્યૂટી સ્પીકરે શોભાયાત્રાને રવાના કરી
કાર્યક્રમ અંતર્ગત અયોધ્યામાં રામના જીવન વૃતાંતને દર્શાવતી 11 પ્રદર્શનીઓની શોભાયાત્રા કાઢવામાં આવી છે. ફિઝીના ડેપ્યૂટી સ્પીકર વીના કુમાર ભટનાગરે દિપોત્સવની શોભાયાત્રાને લીલી ઝંડી દર્શાવીને રવાના કરી હતી. શોભાયાત્રામાં સાંસ્કૃતિક કલાકારોએ પણ ભાગ લીધો નથી. અયોધ્યામાં આજે યોગી 226 કરોડની વિકાસ યોજનાનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કરશે.

રામ પરત આવ્યા તે દ્રશ્ય ઉભુ કરવામાં આવશે
દીપોત્સવમાં લંકા વિજય પછી રામ અયોધ્યા પરત આવ્યા તે દ્રશ્ય ઉભું કરવામાં આવશે. આટલું જ નહીં, દીપોત્સવમાં દીપની જ્વાળામાં ભગવાન રામના દર્શન પણ કરાવવામાં આવશે. અવધ વિશ્વવિદ્યાલયના દ્રશ્ય કલા વિભાગ દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી છે. આ વખતે દીવડાઓને સીધા નહીં પરંતુ ગ્રાફિક્સ દ્વારા ઘાટ પર સજાવવામાં આવશે. આ ગ્રાફિક્સને જોતા જ રામ, સીતા અને હનુમાન સહિત અયોધ્યાના દર્શનીય સ્થળોની આકૃતિ ઉભી કરવામાં આવશે.

5 દેશોના કલાકાર કરશે રામલીલા
દીપોત્સવમાં ભારત, નેપાળ, શ્રીલંકા, ઈન્ડોનેશિયા અને ફિલિપાઈન્સના કલાકાર રામલીલા ભજવશે. તે સાથે જ 22 સાંસ્કૃતિક રથ પણ તૈયાર કરવામાં આવશે. દીપોત્સવના પ્રભારી આશિષ મિશ્રના જણાવ્યા પ્રમાણે કાર્યક્રમની દરેક તૈયારી થઈ ચૂકી છે. અયોધ્યાના 13 મોટા મંદિરોમાં ત્રણ દિવસ (24થી 26 ઓક્ટોબર) સતત 5001 દીપ પ્રગટાવવામાં આવશે.

આજે દીપોત્સવનો કાર્યક્રમ

ભવ્ય શોભા યાત્રા રામકથા પાર્ક પહોંચશે, રાજ્યપાલ અને સીએમ યોગી આ કાર્યક્રમમાં સામેલ થશે.
શ્રી રામ-સીતા હેલિકોપ્ટરથી રામ કથા પાર્ક આવશે. યોગી તેમનું સ્વાગત કરશે.
સાંજે અયોધ્યામાં પૂર્ણ થયેલી પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે.
સાંજે 7 વાગે સરયુના ઘાટ પર 5 લાખ 51 હજાર દીપ પ્રાગટ્ય કરાશે.