બીજેપીના ચૂંટાયેલા ધારાસભ્યોની શનિવારે ચંદીગઢમાં બેઠક થઈ હતી. તેમાં મનોહર લાલ ખટ્ટરને ધારાસભ્ય દળના નેતા પસંદ કરવામાં આવ્યા. ત્યારપછી તેઓ જેજેપી નેતા દુષ્યંત ચૌટાલા અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ સાથે રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને મળવા રાજભવન પહોંચ્યા હતા. અહીં તેમણે રાજીનામું આપી દીધું છે. અહીં ખટ્ટરે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો અને રાજ્યપાલે તે સ્વીકારી પણ લીધો હતો.
રાજ્યપાલ સાથેની મુલાકાત પછી ખટ્ટરે એજન્સી સાથે વાત કરતાં કહ્યું કે, તેઓ આવતી કાલે દિવાળીના દિવસે બપોરે 2.15 વાગે મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેમની સાથે ડેપ્યૂટી સીએમ તરીકે દુષ્યંત ચૌટાલા પણ શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહનું આયોજન રાજભવનમાં કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બીજેપી અને જેજેપી ફોર્મ્યૂલા પ્રમણે સીએમ બીજેપીમાંથી અને ડેપ્યૂ. સીએમ જેજેપીમાંથી બનશે.
કાંડાના સમર્થનની જરૂર નથી: ખટ્ટર
રાજ્યપાલ સાથે મુલાકાત પછી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે, તેઓ જેજેપીના 10 અને સાત અપક્ષ ઉમેદવારોના સમર્થનથી સરકાર બનાવશે. તેઓ ગોપાલ કાંડાનું સમર્થન નહીં લે. તેમણે કહ્યું કે, સરકારને બીજેપીના 40, જેજેપીના 10 અને અપક્ષના 7 એમ કુલ 57 ઉમેદવારોનું સમર્થન છે.
બંને પાર્ટીઓએ સાથે મળીને રાજ્યમાં સરકાર બનાવવાનું નક્કી કર્યું છે: શાહ
આ પહેલાં શુક્રવારે રાત્રે ભજપા અને જેજેપીની પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, બંને પાર્ટીઓએ મળીને રાજ્યમાં સરકાર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભાજપના બનશે જ્યારે ઉપમુખ્યમંત્રી જેજેપીના બનશે. ઘણાં અપક્ષના ધારાસભ્યોએ પણ સમર્થન આપ્યું છે. હરિયાણાની જનતાએ જે જનાદેશ આપ્યો છે તેમની ભાવનાઓને જોઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યના વિકાસ માટે સ્થાઈ સરકાર બનાવી જરૂરી: ચૌટાલા
જેજેપીના દુષ્યંત ચૌટાલાએ કહ્યું હતું કે, સરકાર બનાવવા માટે બંને પાર્ટીઓએ સાથે આવવું જરૂરી. રાજ્યના વિકાસ માટે સ્થાઈ સરકાર જરૂરી. ચૌધરી દેવીલાલના સમયથી અમે બંને સાથે ચાલી રહ્યા છીએ. પાર્ટીના ઘણાં નેતાઓએ આ ગઠબંધન પર સહમતી વ્યક્ત કરી છે. રાજ્યના વિકાસ માટે સાથે મળીને ચાલવું જરૂરી.
અમે રાજ્ય હિતમાં ચૂંટણી લડી: ચૌટાલા
- આ પહેલાં જેજેપી નેતા દુષ્યંત ચૌટાલાએ કહ્યું હતું કે, પાર્ટી અધ્યક્ષ હોવાના કારણે મેં અને પાર્ટી અધિકારીઓએ સાથે મળીને નિર્ણય લીધો છે કે, જે અમારી માંગને સમર્થન આપશે અમે તેની સાથે મળીને સરકાર બનાવીશુ. અમે કોઈની વિરુદ્ધ નહીં પરંતુ રાજ્યના હિતમાં ચૂંટણી લડી છે. અમારા નેતાઓએ ભાજપ અને કોંગ્રેસના ઘણાં સીનિયર નેતાઓને હરાવ્યા છે. અમારી પાર્ટી જેજેપીને જે 15 ટકા વોટ મળ્યા છે તે જનતાનો આશીર્વાદ છે.
- ચૌટાલાએ કહ્યું હતું કે, અમારા સહયોગથી જો ભાજપ કે કોંગ્રેસ કોઈની પણ સરકાર બનશે તો તે રાજ્યના હિતમાં જ બનશે. અમે રાજ્યમાં જે મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી લડી છે તે જ અમારા મુખ્ય મુદ્દા છે. રાજ્યમાં સરકાર બનાવનાર પાર્ટીએ અમારુ સન્માન જાળવવું પડશે. અમારા ઘણાં સભ્યોએ એવો પણ મત રજૂ કર્યો છે કે, ભાજપને સમર્થન આપીને મજબૂત સરકાર બનાવવામાં આવે. અમે હરિયાણાને આગળ લઈ જવા અને યુવકોને પ્રોત્સાહન આપવા માટે સકારાત્મક છીએ.

