આંતરરાષ્ટ્રિય ક્રિકેટ પરિષદે ઝિમ્બાબ્વે ક્રિકેટ પર પ્રતિબંધ મુકી દીધો છે. જો કે આ નિર્ણયની ટીકા ઝિમ્બાબ્વે સહિત અન્ય દેશોનાં ક્રિકેટરો કરી રહ્યા છે. હવે ઝિમ્બાબ્વે ક્રિકેટને આઈસીસી ફંડિંગ નહીં મળે અને તે આઈસીસી ટૂર્નામેન્ટ્સમાં પણ ભાગ નહીં લઇ શકે. આઈસીસીએ આનું કારણ ઝિમ્બાબ્વે ક્રિકેટની લોકશાહી પદ્ધતિથી નિષ્પક્ષ ચૂંટણી કરાવવામાં અસફળતા બતાવ્યું. આ સાથે ઝિમ્બાબ્વે ક્રિકેટ બૉર્ડમાં સરકારી દખલઅંદાજી પણ થઈ, જેના કારણે બૉર્ડ પર આ કાર્યવાહી કરવામાં આવી.
પીસીબીમાં પાકિસ્તાન સરકાર સીધી દખલ કરે છે
આ વાત એ દેશો માટે ચિંતાજનક બની શકે છે જ્યાં સરકાર ક્રિકેટમાં વધારે દખલઅંદાજી કરે છે. આ કારણે કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન ક્રિકેટ બૉર્ડ પર પણ આઈસીસી આ પ્રકારની કાર્યવાહી કરી શકે છે. ઝિમ્બાબ્વે બૉર્ડમાં સરકારની દખલનું જે કારણ આઈસીસીએ જણાવ્યું હતુ તે પાકિસ્તાન માટે ચેતવણી બની શકે છે, કેમકે પીસીબીમાં પાકિસ્તાન સરકાર સીધી દખલ કરે છે. અહીંનાં પ્રધાનમંત્રી પીસીબીની પેટ્રર્ન હોય છે. પાકિસ્તાનનાં સમાચાર પત્ર ‘ધ ડૉન’નાં જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાન ક્રિકેટ બૉર્ડનાં સંવિધાન પ્રમાણે તેમાં ઘણા એવા અનુચ્છેદ છે જે સરકારી દખલની વાત કરે છે. સાથે જ પાકિસ્તાનનાં પ્રધાનમંત્રીને પીસીબીનાં પૈટ્રનનો દરજ્જો પણ છે.
પીસીબીનાં સંવિધાનમાં અનેક જગ્યાએ સરકારની દખલનો ઉલ્લેખ
પીસીબીનાં અત્યારનાં સંવિધાનને 2014માં પૂર્વ અધ્યક્ષ નજમ સેઠીનાં રહેતા મંજૂરી મળી હતી. સેઠી પહેલા પીસીબી અધ્યક્ષ જાકા અશરફનાં રહેતા સંવિધાનમાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા હતા અને ત્યારે અશરફે કહ્યું હતુ કે આઈસીસીએ સંવિધાનને માન્યતા આપી દીધી છે. આ સંવિધાનમાં અનેક જગ્યાએ સરકારની દખલનો ઉલ્લેખ છે. ઝિમ્બાબ્વેનાં મામલા બાદ પીસીબીએ જો પ્રતિબંધથી બચવું છે તો તેણે તે અનુચ્છેદોને સંવિધાનથી અલગ કરવા પડી શકે છે.
શું કહે છે પીસીબીનું સંવિધાન?
પીસીબીનાં સંવિધાનમાં એક અનુચ્છેદ છે નંબર-45. તેના પ્રમાણે, ‘જો સરકાર ઇચ્છે તો અથવા તેને લાગે તો તે બૉર્ડનાં સંવિધાનમાં બદલાવ, પરિવર્તન, કંઇક હટાવવું-જોડવું કરી શકે છે.’ એક અન્ય નિયમ મુજબ, ‘પૈટ્રન સમય-સમય પર બૉર્ડની જનરલ પૉલિસીમાં નિર્દેશ આપી શકે છે અને બૉર્ડથી તેને લાગુ કરવા કહી શકે છે.’ તો પૈટ્રનને પીસીબી અધ્યક્ષને હટાવવા અને બૉર્ડની સર્વોચ્ચ પરિષદ-બૉર્ડ્ ઑફ ગવર્નર્સને હટાવવાનો અધિકાર પણ છે. તો બૉર્ડ ઑફ ગવર્નર્સનાં બે સભ્યો પૈટ્રન દ્વારા નામાંકિત કરવામાં આવે છે અને તેમા એક પીસીબી ચેરમેન હોય છે.
શું ઇમરાન ખાન બનશે કારણ?
એક રીતે આવું લાગે છે, પણ છે નહીં. આ નિયમ ઇમરાન ખાન પાકિસ્તાનનાં પીએબ બન્યા તે પહેલાનો છે. તો બીજી તરફ ઇમરાન ખાન પાકિસ્તાનની ટીમનાં કેપ્ટન રહી ચુક્યા છે. આ કારણે લાગે છે કે તેઓ પૈટ્રન તરીકે પીસીબીનાં મામલે સીધી દખલ કરી પણ શકે છે. આવું ખુલ્લી રીતે અત્યાર સુધી નથી થયું, પરંતુ આવી માંગો ઉઠે તો ચોંકવું ના જોઇએ. આઈસીસીએ ઝિમ્બાબ્વે પર પ્રતિબંધ લગાવ્યો છે તે સર્વસંમતિથી લગાવ્યો છે. એનો મતલબ છે કે પાકિસ્તાને પોતાના સંવિધાનમાં બદલાવ કરવો પડશે.

