વર્લ્ડ કપ-19 દરમિયાન ભારતીય ક્રિકેટરે તોડ્યો નિયમ, 15થી વધારે દિવસ પત્નીને સાથે રાખી

ખેલ-જગત મુખ્ય સમાચાર

ભારતીય ક્રિકેટ ટીમનો એક સીનિયર સભ્ય વિશ્વ કપ દરમિયાન બીસીસીઆઈનાં ‘પરિવાર સંબંધિત’ નિયમોનું ઉલ્લંઘન કરવાને લઇને નિશાને આવ્યો છે. આ ખેલાડીએ પોતાની પત્ની માટે 15 દિવસ નક્કી કરવામાં આવેલા સમયગાળા કરતા વધારે સમય રહેવાનો અનુરોધ કર્યો હતો, પરંતુ નિયમ બનાવનારી પ્રશાસકોની સમિતિએ આની ના કહી દીધી હતી.

પત્ની ટૂર્નામેન્ટ દરમિયાન 7 અઠવાડિયા સુધી સાથે રહી

હવે સામે આવ્યું છે કે આ ખેલાડીની પત્ની ટૂર્નામેન્ટ દરમિયાન પુરા 7 અઠવાડિયા સુધી તેની સાથે રહી હતી, જ્યારે આના માટે કેપ્ટન અથવા કૉચની પરવાનગી નહોતી લેવામાં આવી. દસ્તાવેજો અનુસાર સીઓએએ 3 મેનાં થયેલી બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા કરી હતી અને આ માંગણીને સ્વીકૃતિ નહોતી આપી. આની જાણકારી રાખનારા બીસીસીઆઈ સૂત્રએ પુષ્ટિ કરી કે ઉલ્લંઘન નિશ્ચિત રૂપે થયું હતુ.

કોઇપણ પાસેથી ખેલાડીએ આ માટે પરવાનગી નહોતી લીધી

અધિકારીએ કહ્યું કે, ‘હાં, 3 મેનાં થયેલી બેઠકમાં આ ખેલાડીને પરવાનગી આપવામાં નહોતી આવી. તેણે વિશ્વ કપ દરમિયાન 15 દિવસનાં નિયમનું ઉલ્લંઘન કર્યું છે. હવે અહીં પ્રશ્ન ઉઠે છે કે આ ખેલાડીએ પોતાની પત્નીને વધારાનાં દિવસો સાથે રાખવાનાં લઇને અધિકારીઓ પાસથી કે કૉચ અને કેપ્ટન પાસેથી પરવાનગી લીધી હતી? તો આનો જવાબ ‘ના’ છે.’ આ મામલાને હજુ સીઓએને રિપોર્ટ કરવાનો છે. પરંતુ પ્રશ્ન એ છે કે એડમિનિસ્ટ્રેટિવ મેનેજર સુનિલ સુબ્રમણ્યમે આની જાણકારી કેમ આપી નહીં, જ્યારે કે આ મુદ્દો તેમનામાં આવે છે.

સીઓએ આ મામલે મેનેજર પાસે રિપોર્ટ માંગી શકે છે

એક અન્ય વરિષ્ઠ બીસીસીઆઈ અધિકારીએ કહ્યું કે, ‘સુનિલ સુબ્રમણ્ય શું કરી રહ્યા હતા? તેમનું કામ ટીમનાં ટ્રેનિંગ ક્ષત્રનું નિરિક્ષણ કરવાનું નહોતુ. કૉચ, કેપ્ટન અને અન્ય સહયોગી સ્ટાફ આ વ્યવસ્થાને જોઇ રહ્યા હતા. આશા છે કે સીઓએ આ મામલે જાણકારી લેશે અને મેનેજર પાસે રિપોર્ટ માંગશે.’ ઉલ્લેખનીય છે કે આ ખેલાડી કોણ છે તેનું નામ સામે આવ્યું નથી. વિરાટ કોહલી, એમએસ ધોની અને રોહિત શર્માની પત્ની વર્લ્ડ કપ દરમિયાન ઇંગ્લેન્ડ ગઇ હતી.